Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : કોલવડા નજીક બાયોમેડિકલ વેસ્ટ ઠાલવવા આવ્યો હતો ટ્રક ચાલક, જુઓ સ્થાનિકોએ શું કર્યું..!

અરવલ્લી જિલ્લાનું આરોગ્ય વિભાગ કોરોના મહામારીના સમય દરમ્યાન તો સદંતર નિષ્ફળ નિવળ્યું હોવાના આક્ષેપો થયા હતા.

X

અરવલ્લી જિલ્લાનું આરોગ્ય વિભાગ કોરોના મહામારીના સમય દરમ્યાન તો સદંતર નિષ્ફળ નિવળ્યું હોવાના આક્ષેપો થયા હતા, ત્યારે ધનસુરાના કોલવડા નજીક આવેલી ખુલ્લી જગ્યામાં બાયોમેડિકલ વેસ્ટ ઠાલવવા માટે આવેલા ટ્રક ચાલકને લોકોએ ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો.

કોરોના મહામારી સમયે અરવલ્લી જિલ્લામાં આરોગ્ય નિભાગની કામગીરી ઉપર ઘણા સવાલો ઊઠ્યા હતા. જેમા આંકડા છુપાવવા, ઑક્સિજનની અછત સહિત અનેક કામગીરીમાં કચાસ રહી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા, ત્યારે હવે કોલવડા ગામની સીમમાંથી ગ્રામજનોએ બાયો મેડિકલ વેસ્ટ ઠાલવવા આવેલ ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો. અહીં આસપાસના વિસ્તારોમાંથી દુર્ગંધ આવતા ગ્રામજનોએ તપાસ કરી હતી, ત્યારે ઘટના સ્થળે પહોંચતા ટ્રકમાંથી કચરો ઠલવાય રહ્યો હોવાનું જણાયું હતું. જોકે, ગ્રામજનોએ વધુ તપાસ કરતા ઑઇલ મટિરિયલની આડમાં દવા અને મેડિકલ ટ્યુબ સહિતનો જથ્થો જોવા મળ્યો હતો.

સમાહાર મામલે ગ્રામજનોએ પોલીસ તેમજ આરોગ્ય વિભાગને જાણ કરતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. ધનસુરા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોચી જમીન માલિક, કૉન્ટ્રાક્ટર તેમજ ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટના બડા ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બૉર્ડ અને ડ્રગ વિભાગ ઊંઘતુ઼ હોય તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.

Next Story