અરવિંદ કેજરીવાલનો દાવો ! અત્યારે ચૂંટણી થાય તો ગુજરાતમાં બનશે "આપ"ની સરકાર

IBના રિપોર્ટ પ્રમાણે જો આજે ચૂંટણી થાય તો ગુજરાતમાં આમ આદમીની પાર્ટી બને. ભાજપે મત ડિવાઇડ કરવા કોંગ્રેસને જવાબદારી સોંપી છે: કેજરીવાલ

New Update
અરવિંદ કેજરીવાલનો દાવો ! અત્યારે ચૂંટણી થાય તો ગુજરાતમાં બનશે "આપ"ની સરકાર

આમ આદમી પાર્ટીની સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગઈકાલથી રાજકોટના પ્રવાસે છે. આજે બન્નેએ મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં કેજરીવાલે ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, IBના રિપોર્ટ પ્રમાણે જો આજે ચૂંટણી થાય તો ગુજરાતમાં આમ આદમીની પાર્ટી બને. ભાજપે મત ડિવાઇડ કરવા કોંગ્રેસને જવાબદારી સોંપી છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને એક થઈ ગઈ છે અને અંદરોઅંદર બેઠકો શરૂ કરી દીધી છે.

કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં કેજરીવાલ રિક્ષાવાળા ઘરે જમવા ગયા હતા. બાદમાં તાજેતરમાં જ અમદાવાદમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં આ રિક્ષાવાળો ભાજપના ખેસ અને ટોપી સાથે જોવા મળ્યો હતો. જેને લઇને કેજરીવાલે જણાવ્યું હતું કે, ભાજપ-કોંગ્રેસના લોકો મને જમવા બોલાવે છે પણ તેમના નેતાને બોલાવતા નથી. ગુજરાતમાં આપની સરકાર બનશે તો પ્રતિ ગાય 40 રૂપિયા આપીશ. દરેક જિલ્લામાં પાંજરાપોળ બનાવીશું. ગુજરાતમાં ગાય સાથે દુર્વ્યવહાર થાય છે.

ગુજરાતના અનેક લોકોએ અત્યારસુધીમાં મને અનેક ફરિયાદો કરી છે. જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, પંજાબમાં અમે એક ગાય રક્ષા કમિશન બનાવ્યું છે. પહેલાં તો ગૌશાળા પાસેથી ટેક્સ લેવામાં આવતો હતો અને ગાયના પૈસા ભ્રષ્ટાચાર માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા. પરંતુ અમારી સરકાર આવતા દરેક ગૌશાળાને કહી દીધું છે કે, તમને જે જોઈએ તે અમે આપીશું. ગૌશાળામાં ઘાસચારો બહુ જ આવી રહ્યો છે. લોકો પોતાની આવકનો 10મો ભાગ ગૌશાળામાં વાપરતા થઈ ગયા છે. 

Latest Stories