Connect Gujarat
ગુજરાત

આસારામ દુષ્કર્મ કેસ : ગાંધીનગર સેશન્સ કોર્ટમાં તા. 6 જાન્યુઆરીના રોજ થશે દલીલો..!

આસારામ વિરુદ્ધ થયેલ દુષ્કર્મ કેસની ફરિયાદ મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેની સુનાવણી દરમિયાન આ કેસમાં વધુ એક મુદત પડી છે.

આસારામ દુષ્કર્મ કેસ : ગાંધીનગર સેશન્સ કોર્ટમાં તા. 6 જાન્યુઆરીના રોજ થશે દલીલો..!
X

આસારામ વિરુદ્ધ થયેલ દુષ્કર્મ કેસની ફરિયાદ મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેની સુનાવણી દરમિયાન આ કેસમાં વધુ એક મુદત પડી છે. હાલ અંતિમ તબક્કામાં રહેલ આસારામ સામેના દુષ્કર્મ કેસમાં હવે આગામી તા. 6 જાન્યુઆરીની મુદત પડી છે. એટલે કે, તા. જાન્યુઆરીના રોજ કોર્ટ આ મામલે ચુકાદો આપી શકે તેમ છે.

આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનો આરોપ થયા હતા. એક સગીરા ના માતા પિતા પોલીસ ફરિયાદ કરતાં મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2018માં રેપ અને અન્ય અપરાધો હેઠળ આસારામને આજીવન કારાવાસની સજા થઈ હતી. ત્યારબાદ સગીરા સાથે દુષ્કર્મના આરોપમાં જેલમાં બંધ આસારામ કોર્ટ પાસેથી જમીનની માંગ કરી હતી. અગાઉ જામીન અરજીમાં આસારામે કહ્યું હતું કે, છેલ્લા 9 વર્ષથી તે જેલમાં બંધ છે. તેમની ઉંમર 80 વર્ષથી ઉપર થઇ ચૂકી છે. તે ગંભીર બીમારીથી પીડિત છે. સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજી પર સહાનુભૂતિપૂર્વક વિચારી તેમની જામીનનો આદેશ જાહેર કરે, જેથી તે પોતાના યોગ્ય ઈલાજ કરાવી શકે, ત્યારે હવે આગામી તા. 6 જાન્યુઆરી ની મુદત પડી છે. એટલે કે, તા. જાન્યુઆરીના રોજ કોર્ટ આ મામલે ચુકાદો આપી શકે છે.

Next Story