Connect Gujarat
ગુજરાત

ઉનાળાના પ્રારંભે જ અમરેલીના પીપળી કાંઠા વિસ્તારમાં પાણીની પારાયણથી ત્રસ્ત મહીલાઓ બની રણચંડી...

તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યા હલ કરવામાં આવે તેવી મહિલાઓએ માંગ કરી છે.

X

ઉનાળાના પ્રારંભે જ ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પાણીનો પોકાર ઉઠ્યો છે, ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના પીપળી કાંઠા વિસ્તારમાં પાણી નીયમીત ન મળતા મહીલાઓ રણચંડી બની હતી. પાણીની સમસ્યાને લઈને 100થી વધુ મહીલાઓ જાફરાબાદ નગરપાલિકા કચેરી પહોચી હતી, જ્યાં નગરપાલિકા હાય હાયના નારા સાથે પાલિકા કચેરીને ગજવી મુકી હતી.

ત્યારબાદ મહિલાઓએ રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી, ત્યારે હાલ તો તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યા હલ કરવામાં આવે તેવી મહિલાઓએ માંગ કરી છે. જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંઘી ચિંધ્યા માર્ગે આદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Next Story