બનાસકાંઠા : બ્લેક’ફિલ્મ ઉતારવા મામલે પોલીસકર્મીઓ-આર્મી જવાન વચ્ચે મારામારીનો મામલો, પેરામિલિટરી સંગઠનમાં આક્રોશ..!

સાબરકાંઠાના હિંમતનગરમાં કારમાં લગાવેલી બ્લેકફિલ્મ ઉતારવા મામલે પોલીસકર્મીઓ સાથે મારામારી કરનાર આર્મી જવાનની ધરપકડના વિરોધમાં બનાસકાંઠા જિલ્લા પેરામિલિટરી સંગઠન સામે આવ્યું છે.

New Update
  • સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં થઈ હતી ઝપાઝપી

  • પોલીસકર્મીઓ-આર્મી જવાન વચ્ચે મારામારીનો મામલો

  • પોલીસકર્મીઓ સાથે મારામારી કરનાર જવાનની ધરપકડ

  • ધરપકડ બાદ બનાસકાંઠા પેરામિલિટરી સંગઠનમાં આક્રોશ

  • પોલીસકર્મીઓ દ્વારા અયોગ્ય વર્તન કરાયું હોવાનો આક્ષેપ

સાબરકાંઠાના હિંમતનગરમાં કારમાં લગાવેલી બ્લેકફિલ્મ ઉતારવા મામલે પોલીસકર્મીઓ સાથે મારામારી કરનાર આર્મી જવાનની ધરપકડના વિરોધમાં બનાસકાંઠા જિલ્લા પેરામિલિટરી સંગઠન સામે આવ્યું છે.

તાજેતરમાં જ સાબરકાંઠા જિલ્લાના વડુંમથક હિંમતનગરમાં કારમાં લગાવેલી બ્લેકફિલ્મ ઉતારવા મામલે પોલીસકર્મીઓ સાથે આર્મી જવાનની ઝપાઝપી અને મારામારી થતી હતી. આર્મી જવાન અને પોલીસકર્મીઓ વચ્ચે થયેલી આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સમગ્ર મામલે FIR નોંધી પોલીસે આર્મી જવાન યશપાલ ઝાલાની ધરપકડ કરી હતીત્યારબાદ આર્મી જવાનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકેહવે આ મામલે બનાસકાંઠા જિલ્લા પેરામિલિટરી સંગઠન સામે આવ્યું છે. પેરામિલિટરી સંગઠનમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો છે. આર્મી જવાન સાથે પોલીસકર્મીઓ દ્વારા અયોગ્ય વર્તન કરાયું હોવાના આક્ષેપ સાથે પેરામિલિટરી સંગઠને તંત્રને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં જવાબદાર પોલીસકર્મીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Latest Stories