Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : મહિલા 20 વર્ષથી પોતાના જ વાળ તોડી ખાતી હતી, સર્જરી કરતાં પેટમાંથી મળ્યો ગુચ્છો

બનાસકાંઠાના ડીસામાં રહેતી એક મહિલાને પોતાન વાળ ખાવાની અનોખી ટેવ હતી અને આ ટેવ તેના મોતનું કારણ બની શકે તેમ હતું

X

બનાસકાંઠાના ડીસામાં રહેતી એક મહિલાને પોતાન વાળ ખાવાની અનોખી ટેવ હતી અને આ ટેવ તેના મોતનું કારણ બની શકે તેમ હતું. પણ ડીસાના તબીબે જટિલ સર્જરી કરી મહિલાના પેટમાંથી વાળનો મોટો ગુચ્છો દુર કર્યો છે......

આપણે વિચિત્ર ટેવો ધરાવતાં અનેક વ્યકતિઓને જોયા હશે પણ બનાસકાંઠાના ડીસામાં રહેતી મહીલાને એકદમ અનોખી ટેવ હતી અને આ ટેવ તેની જીંદગી માટે જોખમ બની ચુકી હતી. રાજસ્થાનની વતની એક મહિલા ટ્રાકોટીલોમેનિયા અને ટ્રાયકોફેઝીયા નામની બિમારીથી પીડાઇ રહી છે. તે છેલ્લા 20 વર્ષથી માથામાંથી વાળ તોડી તેને ખાઇ જતી હતી. 20 વર્ષમાં મહિલાના પેટમાં વાળનો ગુચ્છો બની ગયો હતો. આખરે મહિલાની સર્જરી કરવાનો નિર્ણય લેવાયો હતો. ડીસામાં મહિલાની સર્જરી કરી પેટમાંથી વાળનો ગુચ્છો બહાર કાઢવામાં આવ્યો હતો. મહિલાના પેટમાંથી કાઢવામાં આવેલાં વાળના ગુચ્છો લગભગ બે ફુટ જેટલો છે. હાલ તો આ મહિલાનો જીવ બચી ગયો છે.

Next Story