New Update
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે વિવાદ સર્જાતા તબીબ ઉપર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર હાઇવે પર આવેલી હોસ્પિટલમાં તબીબ ઉપર હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે સામાન્ય બોલાચાલીમાં ડો. એચ.કે.ગૌસ્વામી પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં કેટલાક લોકોએ તબીબ ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
હુમલામાં તબીબ ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તબીબને પેટના ભાગે ઘાતકી હથિયારથી ઇજા પહોંચાડી હતી, ત્યારે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories