બનાસકાંઠા : નવા મંત્રીમંડળમાં ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીનો સમાવેશ, પરિવાર અને સમર્થકોમાં ખુશીનો માહોલ...

બનાસકાંઠા જિલ્લાના ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીનો ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવતા તેઓના પરિવાર અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

New Update
  • ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળની જાહેરાત કરાય

  • ડીસાના MLA પ્રવિણ માળીનો પણ સમાવેશ કરાયો

  • ધારાસભ્યના પરિવાર અને સમર્થકોમાં ભારે ઉત્સાહ

  • ભાજપની વિચારધારાથી કામ કર્યું : પરિવારજન

  • બનાસકાંઠા જિલ્લામાં પણ ખુશીની લાગણી પ્રસરી

બનાસકાંઠા જિલ્લાના ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીનો ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવતા તેઓના પરિવાર અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના ડીસાથી ધારાસભ્ય પ્રવીણ માળીને ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં સમાવિષ્ટ કરાયો હોવાનો ફોન આવતા જ તેમના સમર્થકોમાં અને પરિજનોમાં ભારે ખુશી જોવા મળી છે. પ્રવીણભાઈ માળી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે તેઓએ કાર્યકર્તા તરીકે તેમજ ધારાસભ્ય તરીકે પણ સારું એવું કામ કરીને કોઈપણ વિવાદમાં ઘેરાયા વિના ભાજપની વિચારધારાથી સતત કામ કર્યું છે પ્રવીણભાઈ માળી પોતાના વિધાનસભા ક્ષેત્રમાં પણ સારી નામના મેળવી છે ત્યારે કહી શકાય કે મંત્રી પદ મળતા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા જિલ્લામાં વધુ એવા વિકાસના કામોને વેગવંતા કરશે.

ધારાસભ્ય પ્રવીણ માળીએ જળસંચયના કામો અને હર ઘર શૌચાલયના કામો માટે જે અભિયાન ઉપાડ્યું હતું. તેનો સરકારની ગૂડ બુકમાં સમાવેશ કરાયો છે. ધારાસભ્ય પ્રવીણ માળીના માતા અને બહેને પણ મંત્રી પદ મળતા ખુશી વ્યક્ત કરી છેતેમને કહ્યું કેધારાસભ્ય તરીકે સારું કામ કરવાથી સરકારે તમને મંત્રી પદ આપ્યું છેત્યારે પ્રવીણ માળી વધુમાં વધુ પ્રગતિ કરે તેવી બહેને અને માતાએ આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી છે. પ્રવીણ માળીને મંત્રી પદ અપાતા બનાસકાંઠા જિલ્લામાં પણ ખુશીની લાગણી પ્રસરી છેત્યારે આગામી દિવસોમાં જીલ્લામાં વિકાસના કામો વધુ વેગવંતા બનશે તેવી હાલ બનાસકાંઠા વાસીઓમાં આશા જોવા મળી રહી છે.

Latest Stories