બનાસકાંઠા : દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ નજીક હોવા છતાં પણ નથી મળતી રાધનેસડા ગામમાં વીજળી..!

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાધનેસડા ગામમાં આઝાદીના આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ પીવાનું પાણી અને વીજળી નહીં મળતા લોકો અંધારામાં જીવવા મજબૂર બન્યા છે.

New Update

દેશ ભલે ચંદ્ર અને મંગળ પર પહોંચી ગયો હોય, પરંતુ આજે પણ ગુજરાતમાં ઘણા એવા ગામડાઓ છે, જ્યાં વીજળી અને પાણી નથી પહોંચ્યા. વાત છે બનાસકાંઠા જિલ્લાની... બનાસકાંઠાના વાવ તાલુકાના રાધનેસડા ગામ નજીક માં દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ છે, પરંતુ આ ગામમાં વીજળી નથી, આ સોલાર પ્લાન્ટ દ્વારા સમગ્ર દેશમાં વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, પરંતુ આસપાસના ગ્રામજનો હજુ પણ અંધકારમાં જીવી રહ્યા છે. દેશને આઝાદી મળ્યાને વર્ષો વીતી ગયા છે, પરંતુ આજદિન સુધી આ ગામના લોકોને ન તો પાણી મળ્યું છે કે, ન તો વીજળી, જેના કારણે આ ગામના લોકો અંધારામાં જીવવા મજબૂર છે.

રાધનેસડામાં વીજળીના અભાવે આખું ગામ સાંજના સમયે જ અંધારામાં ખોવાઈ જાય છે, ગ્રામજનો ફાનસના સહારે ભોજન રાંધે છે. ગ્રામજનોએ અનેક વખત વહીવટી તંત્ર સમક્ષ વીજળી અને પાણીની સુવિધા આપવા રજૂઆત કરી છે. પરંતુ પ્રશાસન સુધી કદાચ તેમની વેદનાનો અવાજ પહોંચ્યો નથી, તો બીજી તરફ, ગત ચૂંટણી સમયે આગેવાનોએ હાથ ફેલાવીને મત માંગ્યા હતા, દરેક વીજળી અને પાણીની સુવિધા આપવાની વાત કરે છે. ચૂંટણી જીત્યા બાદ આ નેતાઓએ આ ગામ તરફ પાછું વળીને પણ જોયું નથી, ત્યારે હાલ તો રાધનેસડા ગામમાં વીજળી અને પાણીની સુવિધા ઊભી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

Latest Stories