બનાસકાંઠા: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જામશે ખરાખરીનો જંગ , જીતનો દાવો કરતા ઉમેદવાર

બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાની પેટ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાની છે,બંને રાજકીય પક્ષના ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા.

New Update

વાવ વિધાનસભાની પેટ ચૂંટણીનો મામલો 

ભાજપ કોંગ્રેસ વચ્ચે સર્જાશે કાંટે કી ટક્કર 

કોંગ્રેસ માંથી ગુલાબસિંહ રાજપૂત ઉમેદવાર 

તો ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઉતાર્યા ચૂંટણી જંગમાં 

ઉમેદવારોએ પોતાની જીતના કર્યા દાવા  

બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાની પેટ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાની છે,બંને રાજકીય પક્ષના ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા છે,તો ભાજપે લોકસભા ચૂંટણીમાં ગેનીબેન સામે પરાજયનો સામનો કરનાર  સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે,એટલે કે ઠાકોર અને રાજપૂત વચ્ચે સીધો જંગ થશે.જોકે ગુલાબસિંહ રાજપૂતના સમર્થનમાં સુઈગામ ખાતે ચૂંટણી સભા યોજાઈ હતી.આ સભામાં શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.અને કહ્યું હતું કે ભાજપ કોંગ્રેસને તોડવા માંગે છે પરંતુ કોંગ્રેસ તૂટશે નહીં જોકે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પણ રાજ્યમાં દારૂ અને ડ્રગ્સનું દુષણ ખેડૂતો સાથે  અન્યાય અને બગડતી જતી કાયદા વ્યવસ્થાને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા.હાલ બંને પક્ષના ઉમેદવારોએ ચૂંટણીમાં પોતાની જીતના દાવા કર્યા છે.

 

Latest Stories