બનાસકાંઠા : પાકિસ્તાન બોર્ડરથી 40 કિમીના અંતરે આવેલું મસાલી ગામ ગુજરાતનું એકમાત્ર “સોલાર વીલેજ” બન્યું...

ઘરે-ઘરે ઉજાસ રેલાવતી કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રધાનમંત્રી સૂર્ય ઘર વિજળી યોજના થકી બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર વીલેજ બન્યું છે.

New Update
Advertisment
  • ઘરે-ઘરે ઉજાસ રેલાવતી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના

  • 24 કલાક લોકોને વીજળી મળે તે હેતુથી સરકારનું આયોજન

  • સૂર્ય ઘર વિજળી યોજના થકી મસાલી ગામમાં આવી વીજળી

  • ગામના 119 ઘર પર સોલાર રૂફટોપની 100% કામગીરી પૂર્ણ

  • મસાલી ગામ સમગ્ર દેશનું પ્રથમ સરહદી સોલાર વીલેજ બન્યું

Advertisment

ઘરે-ઘરે ઉજાસ રેલાવતી કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રધાનમંત્રી સૂર્ય ઘર વિજળી યોજના થકી બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર વીલેજ બન્યું છે. હાલમાં 1 કરોડ 16 લાખના ખર્ચે ગામના કુલ 119 ઘર પર સોલાર રૂફટોપની 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા અપાવવા અને સસ્ટેનેબલ ફ્યૂચરના ધ્યેયને પરિપૂર્ણ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહિયારા પ્રયાસના ભાગરૂપે ગુજરાતમાં પુન:પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અમલમાં છે. જે અંતર્ગત રહેણાંક અને ઔદ્યોગિક એકમોમાં સોલાર પેનલો દ્વારા સૌર ઉર્જાનો ઘર વપરાશના ઈલેક્ટ્રિક સંસાધનો માટે ઉપયોગ તેમજ વધારાની વીજળીનું વેચાણ પણ કરી શકાય છે. ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના નાગરિકોને ઓછી કિંમતમાં વૈકલ્પિક ઊર્જા ઉપલબ્ધ થાય તથા પર્યાવરણની દૃષ્ટિએ આશીર્વાદ સમાન પુનઃપ્રાપ્ય ઊર્જાનો વ્યાપ વધારવા અનેક પ્રયત્નો કર્યા છેત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને કલેકટર મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારની આ યોજનાનો વ્યાપ વધારતા સરહદી જિલ્લા બનાસકાંઠાએ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ તરીકેનું બહુમાન સુઈગામ તાલુકાના મસાલી ગામને અપાવ્યું છે. જેમાં કુલ 800ની વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલાર આધારિત ગામ બન્યું છે. ગામના કુલ 119 ઘર પર સોલાર રૂફટોપ લગાડવામાં આવ્યા છે.

ગુજરાતની બોર્ડર પર આવેલા ગામોમાં રાજ્ય સરકાર દ્વારા 24 કલાક વીજળી મળી રહે તે હેતુથી બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કમિટી બનાવવામાં આવી છે. બોર્ડર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના 11 અને સુઈગામ તાલુકાના 6 મળીને 17 ગામોને સંપૂર્ણ સોલાર વીલેજ બનાવવા તંત્ર તરફથી પહેલ કરવામાં આવી છેજે અંતર્ગત મસાલી ગામમાં કામ પૂર્ણ કરાયું છે. આ અંગે જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યુ હતું કેબનાસકાંઠા જિલ્લા માટે ગૌરવ અને આનંદની વાત એ છે કેરાજ્યનું મોઢેરા પછી બીજું અને દેશનું સરહદી વિસ્તાર અંતર્ગત પ્રથમ સોલાર ગામનું બિરુદ સુઈગામના મસાલીને મળ્યું છે. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 1 કરોડ સોલાર ઘર બનાવવા માટેની નેમ લીધી છેત્યારે જિલ્લાના આંતરાષ્ટ્રિય સરહદને અડીને આવેલા 17 જેટલા ગામડાઓમાં આ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છેજે કામગીરી પ્રગતિ હેઠળ છે.

જોકેમાધપુરા-મસાલી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ મગનીરામ રાવલ અને ગામના આગેવાનોએ જણાવ્યું હતું કેસોલાર થકી ગામમાં વીજળીની સમસ્યાનો કાયમી અંત આવ્યો છે. હવે અમને લાઇટબીલ ભરવામાંથી કાયમી મુક્તિ મળી ગઈ છે. તેઓ સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. અત્રે નોંધનીય છે કેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ગ્રીન અને ક્લીન એનર્જીના મંત્ર થકી દેશમાં પુનઃપ્રાપ્ય ઉર્જાનો વ્યાપ વધારી પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પીએમ. સૂર્ય ઘર વીજળી યોજના હેઠળ મર્યાદિત સબસિડી આપવામાં આવે છે. જોકેહવે સરહદી વિસ્તારમાં ઘર ઘર ઉજાળું પથરાતા લોકોને જાણે વિકસિત ગુજરાતનો અનુભવ થઈ રહ્યો છે.

Latest Stories