બનાસકાંઠા : થરાદમાં પોલીસના વાહન ચેકિંગમાં મેફેડ્રોનનો જથ્થો ઝડપાયો,બે આરોપીની પોલીસે કરી ધરપકડ

બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી,તે દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હતી.

New Update
  • થરાદમાં વાહન ચેકિંગમાં પોલીસને મળી સફળતા

  • એમડી ડ્રગ્સની હેરાફેરીનો થયો પર્દાફાશ

  • પોલીસે ડ્રગ્સ સાથે એક આરોપીની કરી ધરપકડ

  • ડ્રગ્સ મંગાવનારને પણ પોલીસે દબોચી લીધો

  • રૂ.37.55 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત 

બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસને ખોડા ચેકપોસ્ટ પર મહત્વપૂર્ણ સફળતા મળી છે.પોલીસે ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરતા તેની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોનનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને 37.55 લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે.અને પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છેજ્યારે એક આરોપી ફરાર જાહેર કર્યો છે.

બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી,તે દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હતી.પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિને તપાસ કરતા તેની પાસેથી મેફેડ્રોન (એમડી) ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ડ્રગ્સ સાથે રાકેશકુમાર બિશ્નોઇની ધરપકડ કરી હતી. અને તપાસ દરમિયાન આ ડ્રગ્સ મંગાવનાર ભુજના મોહમ્મ્દ અબ્દુલ મોખાની પણ પોલીસે ધરપકડ કરી છે.

આરોપી રાકેશકુમાર બિશ્નોઈ રાજસ્થાનના ફલોદી જિલ્લાનો રહેવાસી છે. હાલ તે જોધપુરના શિવનગર વિસ્તારમાં રહે છે. આરોપી પાસેથી 375 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. એક ગ્રામની કિંમત 10,000 રૂપિયા લેખે કુલ 37.50 લાખ રૂપિયાનો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમઆધાર કાર્ડડ્રાઇવિંગ લાયસન્સપાન કાર્ડએટીએમ કાર્ડ અને એક મોબાઈલ પણ કબજે કર્યો છે. કુલ મુદ્દામાલની કિંમત 37 લાખ 55 હજાર 300 રૂપિયા થાય છે.

પોલીસની વધુ પૂછપરછમાં જાણવા મળ્યુ છે કે આ માદક પદાર્થનો જથ્થો જોધપુરના મંડોર વિસ્તારના વિકાસ બિશ્નોઈ પાસેથી મેળવ્યો હતો. આ માલ ભુજના મોહમ્મદ અબ્દુલ મોખાએ મંગાવ્યો હતો. મંગાવનાર ભુજના શખ્સની પણ પોલીસે ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર છે. પોલીસે આ મામલે અલગ ટીમ બનાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Latest Stories