Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા:અંબાજીમાં પોલીસ દ્વારા લોક દરબારનું કરાયુ આયોજન,વ્યાજખોરો સામે ફરિયાદ કરવા SPની અપીલ

રાજ્યભરમાં વ્યાજખોરો સામે સઘન મુહિમ ચલાવવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા એસપી દ્વારા અંબાજી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

રાજ્યભરમાં વ્યાજખોરો સામે સઘન મુહિમ ચલાવવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા એસપી દ્વારા અંબાજી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા.

રાજ્યભરમાં વ્યાજખોરો સામે પોલીસ તવાઈ બોલાવી રહી છે ત્યારે વધુ વ્યાજ લેતા વ્યાજખોરો ઉપર પોલીસે લાલ આંખ કરી છે.અંબાજી ખાતે આવેલ મિસ્ત્રી ભવનમાં મોટી સંખ્યામાં અંબાજીના સ્થાનિક લોકો લોકદરબારમાં જોડાયા હતા અને તેમની રજૂઆતો કરી હતી.જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ વધુ વ્યાજ લેતા વ્યાજખોરો પર કાયદેસર કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું તો સ્થાનિક લોકોએ લોક દરબારમાં પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી હતી અનેક પરિવારે વ્યાજખોરોને કારણે તેમનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે તેવી રજૂઆત કરી હતી તો પોલીસે પણ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી તો પોલીસે કોઈપણ વ્યાજખોર હેરાન કરે કે ત્રાસ આપે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા પણ અપીલ કરી છે.

Next Story