બનાસકાંઠા : બનાસ ડેરીની સાધારણ સભામાં ભાવ વધારાની જાહેરાત,પશુપાલકોને દૂધના કિલો ફેટે રૂ.1007 ચુકવાશે

બનાસકાંઠાના બાદરપુરા ખાતે યોજાયેલી બનાસ ડેરીની 57મી વાર્ષિક સાધારણ સભામાં ચેરમને શંકર ચૌધરીએ રૂપિયા 2131.68 કરોડનો ભાવફેર જાહેર કર્યો હતો.

New Update
  • બનાસ ડેરીની સાધારણ સભા મળી

  • ઐતિહાસિક ભાવ વધારાની જાહેરાત

  • નવા વર્ષે 2909 કરોડનો ભાવ વધારો મળશે

  • કિલો ફેટ લેખે રૂ.1007 આપવાની જાહેરાત

  • ભાવ વધારાથી લાખો પશુપાલકોમાં આનંદ

બનાસકાંઠાના બાદરપુરા ખાતે યોજાયેલી બનાસ ડેરીની 57મી વાર્ષિક સાધારણ સભામાં ચેરમને શંકર ચૌધરીએ રૂપિયા 2131.68 કરોડનો ભાવફેર જાહેર કર્યો હતો.વર્ષ 2023-24માં કિલો ફેટે આપવામાં આવતા 989.28 રૂપિયામાં 18 નો વધારો કરી કિલો ફેટ લેખે 1007 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

બનાસ ડેરીની 57ની સાધારણ સભા મળી હતી.જેમાં એજન્ડા મુજબના તમામ કામોને પશુપાલકો અને નિયામક મંડળે બહુમતીના જોરે મંજૂરી આપી હતી.જે બાદ આ સાધારણ સભામાં જેની પશુપાલકો આતુરતાથી રાહ જોતા હતા તે ભાવ વધારાની જાહેરાત ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. જોકે આ વખતે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ઐતિહાસિક ભાવ વધારાની જાહેરાત કરી હતી.ગત વર્ષે 1973 કરોડ ભાવ વધારા સામે આ વખતે દૂધ મંડળીઓ સાથે બનાસ ડેરીએ કુલ 2909 કરોડ ભાવ વધારાની જાહેરાત કરતા જ પશુપાલકોએ આ ઐતિહાસિક ભાવ વધારાની જાહેરાત વધાવી લીધી હતી.

ભાવ વધારો જાહેર થતાં પશુપાલકોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. 1,007 કિલો ફેટે આ ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે.જેમાં 778 કરોડ જિલ્લાની દૂધ મંડળીઓ આ ભાવ વધારો ચૂકવશે,જ્યારે બનાસ ડેરી 2131 કરોડનો ભાવ વધારો ચૂકવશે એટલે કે આ નવા વર્ષે બનાસ ડેરી 18.35 દૂધ મંડળીઓ 778 કરોડ સાથે કુલ 25 ટકા ભાવ વધારો પશુપાલકોને ચૂકવશે આમ નવા વર્ષે જિલ્લાના લાખો પશુપાલકોને કુલ 2909 કરોડ ભાવ જિલ્લાના લાખો પશુપાલકોને ચૂકવાશે. ત્યારે ઐતિહાસિક ભાવ વધારાથી બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોમાં જાણે દિવાળીની ભેટ મળી હોય તેઓ માહોલ જોવા મળ્યો છે.

Latest Stories