બનાસકાંઠા: પાલનપુરના ચડોતર પાસે કારને આંતરી 10 કિલો સોનાની લૂંટ,પોલીસ તપાસનો ધમધમાટ

જ્વેલર્સના કર્મચારીઓ કાર લઈને અમદાવાદ પરત જઈ રહ્યા હતા. ત્યારે પાલનપુર નજીક અજાણ્યા શખ્સોએ તેમને આંતરી લૂંટ ચલાવી હતી

New Update

બનાસકાંઠાના ડીસા પાલનપુર હાઈવે પર ચડોતર પાસે મંગળવારે મોડી સાંજે 10 કિલો સોનાની લૂંટની ઘટના બની હતી આ બાદ પોલીસે બુકાનીધારી લૂંટારુઓની કાર જપ્ત કરી હતી અમદાવાદની ઋષભ જવેલર્સ પેઢીના કર્મીઓ સોનું આપવા અમદાવાદથી ડીસા આવ્યા હતા અને પરત અમદાવાદ જઈ રહ્યાં હતા તે વખતે અન્ય કારમાં આવેલા 3 બુકાની ધારીઓએ કાર રોકાવી તેમાં બેસી ગયા હતા.

અને ગઢ નજીક સોના ભરેલા 3 થેલા પૈકી 2 થેલા અને કર્મચારીઓના મોબાઈલ લઈ ફરાર થઈ ગયા છે. બીજી બાજુ પોલીસે કર્મચારીઓની પણ ઉલટ તપાસ કરી છે. પાલનપુર નજીક થયેલી લૂંટ અંગે પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદના જ્વેલર્સના કર્મચારીઓ કાર લઈને અમદાવાદ પરત જઈ રહ્યા હતા. ત્યારે પાલનપુર નજીક અજાણ્યા શખ્સોએ તેમને આંતરી લૂંટ ચલાવી હતી.શંકાના આધારે કર્મીઓની પણ ઉલટ તપાસ કરાઈ છે.

#Banaskantha police #Gold robbery #Banaskantha Loot #Banaskanha News #Banaskantha #Robbery News #Banaskantha Robbery
Here are a few more articles:
Read the Next Article