બનાસકાંઠા : નાના વ્યવસાયકારોને લાગ્યું કોરોનાનું ગ્રહણ, ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું…

રાજ્યભરમાં ફરી એકવાર કોરોનાનું ગ્રહણ નાના ધંધા રોજગારોને લાગ્યું છે, ત્યારે બનાસકાંઠા જીલ્લામાં નાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

New Update
બનાસકાંઠા : નાના વ્યવસાયકારોને લાગ્યું કોરોનાનું ગ્રહણ, ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું…

રાજ્યભરમાં ફરી એકવાર કોરોનાનું ગ્રહણ નાના ધંધા રોજગારોને લાગ્યું છે, ત્યારે બનાસકાંઠા જીલ્લામાં નાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વ્યવસાયની ઘરાકીમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે.

કોરોનાનું ગ્રહણ ફરી એકવાર નાના વ્યવસાયને લાગ્યું છે. બનાસકાંઠા જીલ્લામાં ચ્હાના ધંધા સાથે સંકળાયેલા નાના વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. કોરોના પહેલા જે લોકો 25 દૂધની થેલીના વપરાશ સાથે ધંધો કરતા હતા, જ્યાં હવે માત્ર 6 જેટલી દૂધની થેલી વપરાય છે. જેના કારણે નાના ધંધાર્થીઓને ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પડે છે. પાન પાર્લર ચલાવતા વેપારીઓએ પણ જણાવ્યુ હતું કે, કોરોનાની ત્રીજી લહેરમાં સૌકોઈ ચિંતાજનક સ્થિતિમાં મુકાયા છે.

Latest Stories