બનાસકાંઠા: શિક્ષિકાએ સામાજિક વિજ્ઞાનના વિષયને રસપ્રદ બનાવવા રૂ.3 લાખના સ્વખર્ચે શાળામાં પ્રયોગશાળા ઉભી કરી, જુઓ સ્પેશ્યલ રિપોર્ટ

શિક્ષક કભી સાધારણ નહીં હોતા .આ ઉક્તિ એટલા માટે બોલાય છે કે  જો શિક્ષક ધારે તો બોરિંગ લાગતા વિષયને પણ અનોખી સ્ટાઇલથી બનાવી વિષયને એટલી હદે રસપ્રદ બનાવી શકે છે

New Update
  • બનાસકાંઠાની ચાંગા પ્રાથમિક શાળાની શિક્ષિકાનું સરાહનીય કાર્ય

  • શક્ષિકાએ શાળામાં સ્વખર્ચે બનાવી પ્રયોગશાળા

  • સામાજિક વિજ્ઞાનના વિષયને રસપ્રદ બનાવવા રૂ.3 લાખનો ખર્ચ કર્યો

  • વિદ્યાર્થીઓની રુચિ વધારવા અપનાવ્યો અભિગમ

  • બેસ્ટ શિક્ષિકાનો એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો

શિક્ષક કભી સાધારણ નહીં હોતા .આ ઉક્તિ એટલા માટે બોલાય છે કે  જો શિક્ષક ધારે તો બોરિંગ લાગતા વિષયને પણ અનોખી સ્ટાઇલથી બનાવી વિષયને એટલી હદે રસપ્રદ બનાવી શકે છે કે, જે વિષયમાં બાળકોને 50 ટકા માર્ક્સ પણ નાં આવતા હોય તે વિષયમાં બાળકો 95થી 100 ટકા માર્કસ મેળવતા થઈ જાય છે. જી હા ! એક કાલ્પનિક વાર્તા જેવી લાગતી આ કહાની બનાસકાંઠાની ચાંગા પ્રાથમિક શાળાની એક શિક્ષિકાએ વાસ્તવિક જીવનમાં ચરિતાર્થ કરી બતાવી છે.. જુઓ આ રિપોર્ટમાં .. 
આપની ટીવી સ્ક્રીન પર આપ જે જોઈ રહ્યા છો તે કોઈ ઐતિહાસિક સ્થળોની ઝાંખી કરાવતું એકઝીબિશન નથી પરંતુ આ છે અનોખી પ્રયોગ શાળા.. જી હા ! આપે બરાબર જ સાંભળ્યું.. આ પ્રયોગશાળા છે તે પણ સાયન્સની નહિ પણ  સોશિયલ સાયન્સની. અહી બાળકો પ્લે કાર્ડ,મેજિક કાર્ડ,સાંપ સીડી , પાંસા જેવી અનેકવિધ રમતો રમતાં ધોરણ 6 થી 8 નાં સામાજિક વિજ્ઞાનનાં આખા સિલેબસને  સરળતાથી યાદ કરી લે છે.. શિક્ષિકા પન્હાજબેનની બાળકોને ભણાવવાની સ્ટાઈલ પણ અન્ય શિક્ષકો કરતા કંઈક અલગ જ છે.બનાસકાંઠાના કાણોદર ગામના વતની અને ચાંગા સરકારી  પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પન્હાઝબેન મૂળ સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષક છે.  તેઓએ વર્ષોના પોતાના ટિચિંગ અનુભવ પરથી તારણ કાઢ્યું કે સામાજિક વિજ્ઞાનમાં ઐતિહાસિક ઘટનાઓની તારીખો, મહાનુભાવોના નામો, નકશાઓ, કલાકૃતિઓ જુદી જુદી સંસ્કૃતિઓ આ બધું જ ધોરણ 6 થી 8નાં બાળકોને યાદ રાખવું અઘરું પડતું હતું. જેના કારણે તેમના સામાજિક વિજ્ઞાનનાં વિષયમાં બાળકોને ઓછી રુચિ પડતી હતી. વર્ગખંડમાં હાજરી પણ 70 થી 75 ટકા જ રહેતી હતી અને તેમના વિષયનું પરિણામ પણ 50 ટકાથી ઉપર જતું નહોતું. તેથી પન્હાઝબેને ધોરણ 6 થી 8 નાં સામાજિક વિજ્ઞાનનાં આખે આખા સિલેબસને જુદી જુદી રમતોમાં વિભાજીત કરી વિષયને એકદમ રસપ્રદ બનાવી દિધો. તેના માટે તેમણે પોતાના આખા વર્ગખંડને પ્રયોગશાળામાં ફેરવી દિધો. પરિણામે આજે બાળકો ક્લાસમાં સાંપ સીડી, પાસા, મેજિક બોક્સ, પ્લે કાર્ડ અને નકશાની રમત જેવી અનેકવિધ ગેમ્સ રમી ચિત્રો દ્વારા બધું જ સરળતાથી યાદ રાખવા લાગ્યા છે.
શિક્ષિકા પન્હાજબેન પોલરા પોતાના શાળા સમય બાદ ઘરે દરેક પાઠને સરળતાથી કઈ રીતે ભણાવી શકાય તેવી વિશેષ તૈયારી કરે છે અને વર્ષ 2020થી તેઓએ  દર મહિને પોતાના પગારમાંથી 10 થી 15 હજાર રૂપિયા ખર્ચી કુલ 3 લાખ રૂપિયાના માતબર ખર્ચે આ આખી પ્રયોગશાળા ઊભી કરી છે. પન્હાજબેનનું કહેવું છે કે, નવી શિક્ષા નીતિ 2020માં પ્રવૃતિમય શિક્ષણ પણ વિશેષ ભાર અપાયું છે. તેથી તેઓએ  આ પ્રોગશશાળા શિક્ષા નીતિને અનુરૂપ બનાવી સામાજિક વિજ્ઞાન વિષયને  રસપ્રદ બનાવી દિધો છે
બાળકોમાં ગોખણ શક્તિ નહિ પણ સમજણ શક્તિ ખીલે તે માટે શિક્ષિકા પન્હાઝબેન પોલરાએ જે  અનોખો પ્રયાસ હાથ ધર્યો છે તે માટે તેમને બેસ્ટ ટીચરનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. આ અંગે શાળાના આચાર્યે જણાવ્યું હતું કે, પન્હાઝબેનનું બાળકો પ્રત્યેનું સમર્પણભાવ અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણાદાયી છે. 
એક તરફ  રાજ્યમાં અનેકવાર સરકારી શાળાઓમાં મળતાં શિક્ષણ પર સવાલો ઉઠતાં હોય છે તો બીજી તરફ  આજ ગુજરાતમાં પન્હાજબેન જેવા એવા પણ ગુરુજનો છે જે સાચા અર્થમાં શિક્ષણની ઘુણી ધખાવી એ સાબિત કરી બતાવ્યું છે કે જો શિક્ષક ધારે તો શાળાના પરિણામમાં ક્રાંતિકારી સુધારો ચોક્કસ આવી શકે છે.
Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.