Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : પુલવામા આતંકી હુમલાના શહીદ જવાનોને થરાદ પોલીસ મથકના જવાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો. જે હુમલો એટલો ભયાનક હતો કે, તેમાં આપણા દેશના 40 જવાનો શહીદ થયા હતા

બનાસકાંઠા : પુલવામા આતંકી હુમલાના શહીદ જવાનોને થરાદ પોલીસ મથકના જવાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
X

જમ્મુ-કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ મથકના જવાનો દ્વારા થરાદ ચાર રસ્તા ખાતે 2 મિનિટના મૌન થકી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 4 વર્ષ પહેલા તા. 14મી ફેબ્રુઆરીનો દિવસ આપણા બધા માટે બ્લેક-ડે બની ગયો હતો. જે ઘટનાને આજે પણ યાદ કરતા આપણા રુવાડા ઉભા થઇ જાય છે.

તા. 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો. જે હુમલો એટલો ભયાનક હતો કે, તેમાં આપણા દેશના 40 જવાનો શહીદ થયા હતા. જોકે, આ હુમલા બાદ ભારતે જે રીતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો તે પણ આક્રમક હતો. ભારતે આકરા પગલા લઈને પુલવામા હુમલાનો બદલો લીધો હતો, ત્યારે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ મથકના જવાનો દ્વારા થરાદ ચાર રસ્તા ખાતે 2 મિનિટના મૌન થકી પ્રાર્થના સભા યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Next Story