Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા: ઠાકોર સમાજની આ મહિલા બની ડ્રોન પાયલટ, જુઓ સરકારની કઈ યોજના બની સહાયભૂત

બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું છે

X

બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું છે

બનાસકાંઠા: જિલ્લાના ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું છે. પૂનામાં 15 દિવસની ટ્રેનિંગ મેળવ્યા બાદ આ મહિલા સફળતાપૂર્વક પોતાના ખેતરમાં ડ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાવ કરીને ડ્રોન પાયલટ બની આધુનિક ખેતીની શરૂઆત કરીને સરકારના સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહી છે. સાડી પહેરી હાથમાં ડ્રોનનું રિમોર્ટ લઈને પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતી આ મહિલાનું નામ છે તેજલબેન ઠાકોર. તેજલબેન ઠાકોર સમાજમાંથી આવે છે. ઠાકોર સમાજમાં મહિલાઓ મોટાભાગે ઘરના કામ કાજ કરતી હોય છે અને ઘૂઘટ ઓઢીને રહેતી હોય છે. પરંતુ તેજલબેનના સાસરિયાઓએ તેજલબેન ખેતી માટે પ્રોત્સાહિત કર્યા અને તેમની પસંદગી ડ્રોન દીદી યોજનામાં થતાં સરકાર દ્વારા તેજલબેનને પુના ખાતે 15 દિવસની ટ્રેનિંગ માટે તેમના પરિવારે મોકલ્યા અને ત્યાં તેજલબેન ડ્રોન ઉડાડવા તેમજ તેના દ્વારા ખેતી કેવી રીતે કરવી તેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.તે બાદ સરકાર દ્વારા તેજલબેનને ખેતીમાં મદદરૂપ બનવા માટે અંદાજે 15 લાખ રૂપિયાનું ડ્રોન તેમજ ઇલેક્ટ્રિક વહીકલ બિલકુલ નિઃશુલ્ક આપવામાં આવ્યું છે

Next Story