બનાસકાંઠા: અંબાજી ગબ્બર અને તેની આસપાસના ડુંગરાઓ હરીયાળા બનાવા બનાસ ડેરી દ્વારા એક કરોડ જેટલાં સીડ બોલ તૈયાર કર્યા.

બનાસકાંઠા જિલ્લાનાં પર્વતોને લીલાછમ- હરીયાળા બનાવવા માટે દૂધ સંપાદનમાં સમગ્ર એશિયામાં નંબર વન બનાસ ડેરી દ્વારા સીડ બોલ રોપણ કરવાનું અનોખુ અભિયાન હાથ ધરવામાં આવ્યું

બનાસકાંઠા: અંબાજી ગબ્બર અને તેની આસપાસના ડુંગરાઓ હરીયાળા બનાવા બનાસ ડેરી દ્વારા એક કરોડ જેટલાં સીડ બોલ તૈયાર કર્યા.
New Update

બનાસકાંઠા જિલ્લાનાં પર્વતોને લીલાછમ- હરીયાળા બનાવવા માટે દૂધ સંપાદનમાં સમગ્ર એશિયામાં નંબર વન બનાસ ડેરી દ્વારા સીડ બોલ રોપણ કરવાનું અનોખુ અભિયાન હાથ ધરવામાં આવ્યું

બનાસકાંઠા જિલ્લાનાં પર્વતોને લીલાછમ- હરીયાળા બનાવવા માટે દૂધ સંપાદનમાં સમગ્ર એશિયામાં નંબર વન બનાસ ડેરી દ્વારા સીડ બોલ રોપણ કરવાનું અનોખુ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ શક્તિપીઠ અંબાજી ગબ્બર પર્વત ખાતેથી કરાવી છે. બનાસકાંઠા જિલ્લો હરીયાળો બને માટે અંબાજી ગબ્બર પર્વત અને તેની આસપાસના ડુંગરાઓમાં બનાસ ડેરી દ્વારા છેલ્લા બે માસથી સીડ બોલ બનાવવામાં આવી રહ્યા છે. આજે ગબ્બર પર્વત ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી દ્વારા સીડ બોલનું પુજન કરાયુ હતુ. તેની સાથે ગબ્બર પર્વતરાજની પણ પૂજા કરી અભિષેક કરવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસ દરમ્યાન ૨૫ લાખ જેટલાં સીડ બોલ વિવિધ દૂધ સહકારી મંડળીના લોકો અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા રોપવામાં આવશે. આજે અંબાજીના ગબ્બર વિસ્તારમાં ૮ જેટલી ટીમો બનાવી પર્વતીય જંગલ વિસ્તારમાં સીડ બોલ રોપણની કામગીરી કરવામાં આવી હતી. ચેરમેનએ જણાવ્યું કે, શક્તિપીઠ અંબાજી મંદિર અને તેના આસપાસના વિસ્તારનો સર્વાગી વિકાસ થાય તે માટે વડાપ્રધાન મોદીની સુચના અને માર્ગદર્શન પ્રમાણે કામો ચાલી રહ્યા છે. પશુઓના છાણનાં દડા બનાવી તેમાં વિવિધ વૃક્ષોનાં બીજ નાખી સીડ બોલ બનાવવામાં આવે છે અને આ સીડ બોલ જંગલ વિસ્તારમાં નાંખવામાં આવે છે. જ્યારે વરસાદ આવે ત્યારે છાણનાં આ બોલ ખાતર બની બિયારણને જલ્દી ઉગાડવાનું કાર્ય કરે છે. હાલ આ અભિયાનની શરૂઆત અંબાજીથી શરૂઆત કરવામાં આવી છે પણ કામગીરી આખુ વર્ષ કરવામાં આવશે.

#Connect Gujarat #BeyondJustNews #Banaskantha #Ambaji #Banas Dairy #prepared #hills #Gabbar
Here are a few more articles:
Read the Next Article