આજરોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
દેશ અને દુનિયામાં અનેક લોકોએ કર્યા વિવિધ યોગાસન
અંબાજી મંદિર ખાતે વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી
વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ ગરબાનું આયોજન કરાયું
ચાચર ચોકમાં આયોજિત યોગ ગરબામાં લોકો ઝૂમી ઉઠ્યા
આજરોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતેશક્તિપીઠઅંબાજી મંદિરના ચાચર ચોકમાં યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે 21 જૂનના રોજ દેશ અને દુનિયામાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે ખાસ કાર્યક્રમ'યોગ સંગમ' હેઠળ લોકોએ વહેલી સવારે એક લાખથી વધુ સ્થળોએ સામાન્ય યોગ પ્રોટોકોલ અનુસાર સામૂહિક રીતે યોગ કર્યા હતા. આ દરમિયાન યાત્રાધામ અંબાજી ખાતે પણ યોગ દિવસની અનોખી ઉજવણી કરવામા આવી હતી. અંબાજી મંદિરમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો, અધિકારીઓ તેમજ મંદિરનો સ્ટાફ જોડાયો હતો. જોકે, પ્રથમ વખત યોગ સાથે યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંદિરના ચાચર ચોકમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અલગ અલગ શાળાના બાળકો સહિત ગ્રામજનો પણ જોડાયા હતા. શક્તિપીઠ અંબાજીમાં યોગ દિવસે યોગ ગરબાનું આયોજન કરવામા આવ્યું હતું. આધ્યાત્મિકતા સાથે ચાચર ચોકમાં યોગ ગરબા યોજાયા હતા. અંબાજી મંદિરના ચાચર ચોકમાં લોકોએ ગરબાના તાલ સાથે યોગ કર્યા હતા.