Connect Gujarat
ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં લમ્પી વાઇરસ પ્રસરે તે પહેલા તંત્ર સાવચેત, પશુઓનું રસીકરણ શરૂ

દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં લમ્પી વાયરસનો પ્રસરે નહિ તે માટે તંત્ર દ્વારા સાવચેત પગલાં ભરવામાં આવી રહ્યા છે.

X

દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં લમ્પી વાયરસનો પ્રસરે નહિ તે માટે તંત્ર દ્વારા સાવચેત પગલાં ભરવામાં આવી રહ્યા છે. જિલ્લા નિરોગી પશુઓનું 100 ટકા રસીકરણ કરવા 30 ટીમ કાર્યરત કરવામાં આવી છે

દક્ષિણ ગુજરાતનાં સુરત જિલ્લામાં લમ્પી વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી જો કે તકેદારીના ભાગરૂપે જિલ્લા પ્રશાસન દ્વારા સર્વે કરી રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત જિલ્લા અને શહેરમાં અત્યાર સુધીમાં 25 હજારથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. પશુપાલન વિભાગ દ્વારા 43 પશુધન નિરીક્ષકો, 11 ફરતા દવાખાના, 3 કરુણા એમ્બ્યુલન્સ સહિતના અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવી સર્વે તેમજ રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસ પ્રસરે નહીં તે માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રના અધ્યક્ષ સ્થાને રિવ્યુ મિટીંગ બોલાવી સર્વે, સારવાર અને રસીકરણ અંગે સમીક્ષા કરી સુચનો કર્યા હતા. વલસાડના ભાગડાવડા ગામની ગૌશાળામાં લ્મપી વાયરસના 3 શંકાસ્પદ કેસ નોંધાતા જિલ્લા વિકાસ અધીકારી મનિષ ગુરવાનીએ સ્થળ મુલાકાત લઈ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની માહિતી આપી હતી. જિલ્લામાં હાલ 11300 રસીના ડોઝ ખરીદી લેવાયા છે. જિલ્લા નિરોગી પશુઓનું 100 ટકા રસીકરણ કરવા 30 ટીમ કાર્યરત છે.

Next Story