ભરૂચ : અંકલેશ્વરના તરીયા ગામે એક યુવતીના બે પ્રેમીઓ વચ્ચે ખૂની ખેલ
નર્સ પ્રેમિકા 2 મિત્રો વચ્ચે બની દુશ્મનીનું કારણ, પહેલા પ્રેમી એવા મિત્રની બીજા પ્રેમીએ કરી હત્યા.
ભરૂચના અંકલેશ્વરમાં પ્રેમિકા 2 મિત્રો વચ્ચે દુશ્મનીનું કારણ બની અને અંતે વાત એ હદ સુધી પહોચી હતી કે નર્સના પેહલા પ્રેમી એવા મિત્રને જ બીજા પ્રેમીએ મોતને ઘાટ ઉતાર્યો. જુઓ અંકલેશ્વરના તરિયા ગામનો બનાવ.
ભરૂચના અંકલેશ્વરમાં નર્સ પ્રેમિકા જ 2 મિત્રો વચ્ચે દુશ્મનનીનું કારણ બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નર્સના પેહલા પ્રેમી એવા મિત્રને જ બીજા પ્રેમીએ તરિયા ગામના પાટિયા પાસે અન્ય 6 સાથીદારોની મદદથી આંતરી ધારીયાના ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના તરીયા ગામે એક નર્સ યુવતીના 2 પ્રેમીઓ વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. અંકલેશ્વર તાલુકાના નવા તરીયા ગામ ખાતે રહેતા સતીશ વસાવા અને રાકેશ વસાવા વચ્ચે એક વર્ષ પહેલા મિત્રતા હતી. પરંતુ આ બને મિત્રોની વચ્ચે એક યુવતી આવી ગઈ હતી. નર્સનું કામ કરતી દિવ્યા નામની યુવતી બન્ને મિત્રોને ગમવા લાગી હતી. દિવ્યાના સતીશ વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયા જો કે થોડા જ સમયમાં આ પ્રેમ સંબંધોનો અંત આવ્યો અને દિવ્યાએ રાકેશ સાથે પ્રેમ પ્રકરણ શરુ કર્યું હતું. અને ત્યારથી બન્ને મિત્રો વચ્ચે ઉભી તિરાડ પડી હતી. બે મિત્રો વચ્ચે આવેલી યુવતીના કારણે એક વર્ષ પહેલાંની દોસ્તી દુશ્મનીમાં ફેરવાઈ ગઈ હતી.
આ અંગેની રીસ રાખી શત્રુ બની ગયેલા મિત્ર રાકેશ વસાવાએ શુક્રવારે સજોદ ગામ પાસે ગાડી લઈ સતીષ વસાવા કરીયાણાનો સમાન લેવા જઈ રહ્યો હતો તે દરમિયાન તરિયા ગામના પાટિયા પાસે તેની ગાડી રોકીને અન્ય 6 જેટલા માસ્ક પહેરેલા લોકોએ તેને ઘેરી લીધો હતો. અને સતીષ વસાવા પર ધારિયાના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોચાડી હતી. ત્યારબાદ સતીશને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
અમદાવાદ : કફ શિરપની બોટલોના જથ્થા સાથે SOG પોલીસે કરી 2 ઈસમોની...
19 May 2022 1:19 PM GMTવલસાડ : શ્રેષ્ઠ સખીમંડળો અને બેન્કર્સોનું સન્માન તેમજ સ્વસહાય જૂથોને ...
19 May 2022 1:09 PM GMTઅંકલેશ્વર: મહિલાઓની ચોર ટોળકીએ ઘરમાં ઘૂસી દાગીના અને રોકડ રકમની કરી...
19 May 2022 1:01 PM GMTભરૂચ: વરસાદી કાંસની સફાઈના મુદ્દે વિપક્ષે નગરપાલિકા કચેરી પર મચાવ્યો...
19 May 2022 12:57 PM GMTઅંકલેશ્વર : ખરોડના લેબર કોન્ટ્રાક્ટર સાથે રૂ. 2.70 લાખની છેતરપીંડી,...
19 May 2022 12:04 PM GMT