ભરૂચ: મુંબઈથી રાજસ્થાનના ખાટુધામની 22મી પદયાત્રાએ નીકળેલ ચંદ્રપ્રકાશજીનું આગમન,સ્વાગત કરાયું

મુંબઈથી રાજસ્થાનના ખાટુધામની 22મી પદયાત્રાએ નીકળેલ ચંદ્રપ્રકાશજીનું ભરૂચમાં સ્વાગત કરવામાં આવ્યું હતું..

New Update
ભરૂચ: મુંબઈથી રાજસ્થાનના ખાટુધામની 22મી પદયાત્રાએ નીકળેલ ચંદ્રપ્રકાશજીનું આગમન,સ્વાગત કરાયું

મુંબઈથી રાજસ્થાનના ખાટુધામની 22મી પદયાત્રાએ નીકળેલ ચંદ્રપ્રકાશજીનું ભરૂચમાં સ્વાગત કરવામાં આવ્યું હતું..

રાજસ્થાનમાં ખાટુ શ્યામ મંદિર આવેલું છે. ભગવાન ખાટુ શ્યામના અનેક ભક્તો છે જેમાંથી અનોખા ભકત એટ્લે ચંદ્રપ્રકાશજી. ચંદ્રપ્રકાશજી મુંબઈથી રાજસ્થાનના ખાટુ શ્યામ મંદિર સુધી 21 વખત પદયાત્રા કરી ચૂક્યા છે. હાલ તેઓ 22મી પદયાત્રાએ નીકળ્યા છે ત્યારે આજરોજ ભરૂચમાં તેઓનું આગમન થયું હતું. ભરૂચની નર્મદા ચોકડી ખાતે ભકતો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી તેમની 28 હજાર કી.મી.ની 21 પદયાત્રા પૂર્ણ થઈ છે અને હવે તેઓ તેમની 22 મી પગપાળાની યાત્રા પર ચાલી રહ્યા છે.અત્રે મહત્વપૂર્ણ છે કે ખાતુ શ્યામજીને કળિયુગમાં શ્રી કૃષ્ણ તરફથી વરદાન મળ્યું હતું કે તેઓ કલિયુગમાં તેમના નામ શ્યામથી પૂજવામાં આવશે. શ્રીકૃષ્ણ બર્બરિકના મહાન બલિદાનથી ખૂબ જ પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે કળિયુગ ઉતરતા જ તમારી શ્યામના નામે પૂજા થશે. તમારા ભક્તો નિષ્ઠાવાન હૃદયથી તમારું નામ ઉચ્ચારવાથી જ બચશે અને ગુજરાતમાં ખાટુ શ્યામ ભગવાનને બળિયા દેવ તરીકે પૂજવામાં આવે છે

Latest Stories