ભરૂચ: કસક સ્થિત ગૃરુદ્વારામાં ગુરુ નાનક જયંતીની ઉત્સાહભેર ઉજવણી !

ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહિબના નામથી ઓળખાતા ગુરુદ્વારા ખાતે શીખ સમુદાયના લોકોએ નાનકજીના દર્શન કરીને ગુરુનાનકજીની જન્મ જયંતિની ઉજવણી કરી હતી.

New Update
Advertisment

આજે ગુરુનાનક જયંતિ

Advertisment

ભરૂચમાં ઉત્સાહભેર ઉજવણી કરાય

કસક ગુરુદ્વારામાં ઉજવણી કરાય

રક્તદાન શિબિર સહિતના કાર્યક્રમો યોજાયા

મોટી સંખ્યામાં લોકો જોડાયા 

ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહિબના નામથી ઓળખાતા ગુરુદ્વારા ખાતે શીખ સમુદાયના લોકોએ નાનકજીના દર્શન કરીને ગુરુનાનકજીની જન્મ જયંતિની ઉજવણી કરી હતી.
Advertisment
ગુરુ નાનકજી હજારો વર્ષ પહેલાં ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધા રસ્તા પર ચલાવવા નીકળ્યા હતાં ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતાં.જ્યાં તેમણે ચાદર પર બિરાજમાન થઈને નર્મદા નદીને પાર કરી હતી.આ ઘટનાની યાદમાં ભરૂચ ખાતે નિર્માણ પામેલા ગુરુદ્વારા ચાદર સાહીબ ગુરુદ્વારા નામથી ઓળખાય છે ત્યારે કસક સ્થિત ગુરુદ્વારામાં આજરોજ ગુરુનાનક જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ગુરૂબાની, પ્રાર્થના સહિત લંગર અને વિશેષમાં રકતદાન શિબિરનું આયોજન કરાયું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
Latest Stories