ભરૂચ શહેરના દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રૂ. 227 કરોડના વિકાસના વિવિધ 33 પ્રકલ્પોનું લાકાર્પણ તેમજ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે ભરૂચ જિલ્લાના મહેમાન બન્યા હતા. ભરૂચ શહેરના દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમમો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે જ શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ વિશેષ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિકાસના વિવિધ પ્રકલ્પોના લાકાર્પણ તેમજ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી, જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાને વિકાસ કાર્યોની ભેટ ધરી હતી. માર્ગ અને મકાન વિભાગના રૂ. 71.92 કરોડના 9 પ્રકલ્પો પૈકી કુલ રૂ. 38.59 કરોડના 4 પ્રકલ્પોનું ભૂમીપૂજન તથા રૂ. 14.63 કરોડના 2 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા રૂ. 18.7 કરોડના 3 પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના કુલ રૂ. 7.69 કરોડના 2 પ્રકલ્પો પૈકી રૂ. 3.19 કરોડના 1 પ્રકલ્પનું ખાતમુહૂર્ત તથા રૂ. 4.5 કરોડના 1 પ્રકલ્પનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત ગ્રૃહ વિભાગના રૂ. 6.89 કરોડના 1 પ્રકલ્પનું તથા શિક્ષણ વિભાગના કુલ રૂ. 6.96 કરોડના 8 પ્રકલ્પોનું લોકાર્પણ તથા વન અને પર્યાવરણ વિભાગના કુલ રૂ. 0.620 કરોડના 3 પ્રકલ્પોનું લોકાર્પણ અને નર્મદા રૂરલ ડેવલમેંટ સીએસઆર, જીએનએફસીના કુલ રૂ. 2.90 કરોડના 2 પ્રકલ્પોનું લોકાર્પણ કરી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે જનસમર્પિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સૌકોઈ ઉપસ્થિતોએ આગામી લોકસભા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા માટેના શપથ પણ લીધા હતા. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ધારાસભ્યો સર્વે રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ઈશ્વર પટેલ, ડી.કે.સ્વામી, રીતેષ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહિત મોટી સંખ્યાં જનમેદની ઉપસ્થિત રહી હતી.