ભરૂચ : મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસની સાયકલ યાત્રા, કલેકટર કચેરીની બહારથી કાર્યકરોની અટકાયત

જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન, પેટ્રોલ- ડીઝલ અને રાંધણગેસના ભાવો આસમાને.

New Update
ભરૂચ : મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસની સાયકલ યાત્રા, કલેકટર કચેરીની બહારથી કાર્યકરોની અટકાયત

ભરૂચમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસની સાયકલયાત્રા દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે રકઝકના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલાં આગેવાનો અને કાર્યકરોને પોલીસે ડીટેઇન કરી લીધાં હતાં.

Advertisment

દેશમાં પેટ્રોલ, ડીઝલ સહિત જીવનજરૂરીયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયાં છે. કેન્દ્રની ભાજપ સરકાર ભાવોને અંકુશમાં લેવામાં સદંતર નિષ્ફળ રહી હોય તેમ લાગી રહયું છે. મોંઘવારીના વિરોધમાં ગુરૂવારના રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશનથી પાંચબત્તી સુધીની સાયકલયાત્રા કાઢી મોંઘવારી ઘટાડવાની માંગ કરવામાં આવી હતી.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાનીમાં કાર્યકરો સાયકલ લઇને કલેકટર કચેરી ખાતે પહોંચી ગયાં હતાં. કલેકટર કચેરીના મુખ્યગેટની બહાર સુત્રોચ્ચાર તથા બેનર્સ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગી કાર્યકરો કલેકટર કચેરીમાં પ્રવેશી જતાં પોલીસ દોડતી થઇ હતી. પોલીસે કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલાં કોંગી આગેવાનો અને કાર્યકરોને ડીટેઇન કરી લીધાં હતાં.

Advertisment