Connect Gujarat
ગુજરાત

ભરૂચ: કોંગ્રેસ દ્વારા "નેતા બનો નેતા પસંદ કરો" અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખઆઠે યોજાયો કાર્યક્રમ, નેતા બનો નેતા પસંદ કરો અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન.

X

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નેતા બનો નેતા પસંદ કરો અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલજીના નેતા બનો નેતા પસંદ કરો અભિયાન અંતર્ગત જિલ્લામાં સભ્યોની નોંધણી સંદર્ભે જે પણ જિલ્લામાંથી સભ્યો ઉમેદવારી કરવા માગતા હોય તેના માર્ગદર્શન માટે સેમિનાર યોજાયો હતો. જિલ્લા કોંગ્રેસ આવનાર સમયમાં યુવા શક્તિને સાથે રાખી કોંગ્રેસ મજબૂતી સાથે આગળ આવે તેવા પ્રયત્નો સાથે યુવા શક્તિ પસંદગી પ્રક્રિયા હેઠળ " નેતા બનો, નેતા પસંદ કરો" સભ્યોની નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ભરૂચમાં યોજાયેલ કાર્યક્રમમાં સાઉથ ઝોનના ચૂંટણી ઇન્ચાર્જ અજય પ્રતાપ, યુવા નેતા શેરખાન પઠાણ, નગર પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાળા, NSUI ના પ્રમુખ યોગી પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it