Connect Gujarat
ગુજરાત

ભરૂચ:ક્રાઇમ બ્રાન્ચે સુપર માર્કેટમાંથી ભંગારીયાની કરી ધરપકડ,રૂ.2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભરૂચ ક્રાઇમ બ્રાંચનો અંકલેશ્વરમાં ભંગારિયાની કરી ધરપકડ, રૂ.2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો

X

અંકલેશ્વરના ભડકોદરા ગામની સીમમાં આવેલ સુપર માર્કેટમાંથી શંકાસ્પદ ટ્રકની કેબીન અને ચેચીસ સાથે એક ભંગારીયાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કુલ ૨.૨૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ અંસાર માર્કેટ,નોબેલ માર્કેટ સહિતમાં ચોરીના ભંગારની લે-વેચ કરતા ભંગારીયાઓ સામે પોલીસે ફરી લાલ આંખ કરી છે ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વરમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભડકોદ્રા ગામની સીમમાં આવેલ સુપર માર્કેટના પ્લોટ નંબર-૩૯ ઉપર મૈયુનુદ્દીન ખાને કમ્પાઉન્ડ વોલની ખુલ્લી જગ્યાએ ટ્રક અને ચેચીસ શંકાસ્પદ કરી મૂકી છે જેવી બાતમીના આધારે એલસીબીએ દરોડા પાડ્યા હતા પોલીસને સ્થળ પરથી કેબીન વિનાની જૂની ટ્રક અને બે જૂની ટ્રકની ચેચીસ મળી આવી હતી પોલીસે ભંગારી મૈયુનુદ્દીન ખાનની પુછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે જૂની કેબીન વિનાની ટ્રક અને બે જૂની ટ્રકની ચેચીસ મળી કુલ ૨.૨૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ યુપીના અને હાલ હોટલ લોર્ઝ્ પ્લાઝા હોટલ સામે આવેલ ગુલેશન એ-ફૈઝ સોસાયટીમાં રહેતો ભંગારી મૈયુનુદ્દીન મહમદ ઉમર ખાનને ઝડપી પાડી તેને જી.આઈ.ડી.સી.પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story