ભરૂચ: દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટ મામલે લખીગામના ગ્રામજનોની સહાયની માંગ

દહેજની યશસ્વી કંપનીમાં બ્લાસ્ટનો મામલો, લખીગામના ગ્રામજનો દ્વારા ક્લેકટરને આવેદનપત્ર પાઠવાયું.

New Update
ભરૂચ: દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટ મામલે લખીગામના ગ્રામજનોની સહાયની માંગ

દહેજની યશસ્વી કંપનીમાં થયેલ બ્લાસ્ટના કારણે નજીકમાં આવેલ લખીગામમાં મકાનોને મોટાપાયે નુકશાન થયું હતું. આ દુર્ઘટનાને એક વર્ષનો સમય વિતી ગયો હોવા છતા કંપની દ્વારા વળતર ન ચૂકવાતા ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વળતરની માંગ કરી છે.

Advertisment

દહેજમાં આવેલ યશસ્વી રસાયન કંપનીમાં જોરદાર બ્લાસ્ટ થતાં આ દુર્ઘટનામાં 10 કામદારોએ જીવ ગુમાવ્યો હતો તો 77થી વધુ કામદારો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ એટેલો પ્રચંડ હતો કે નજીકમાં આવેલ લખીગામમાં મકાનોને ભારે નુકશાન થયું હતું. ઘટનાની ગંભીરતા સમજી તંત્ર દ્વારા ગામ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર પણ કરાવવામાં આવ્યું હતું જો કે ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનાને એક વર્ષનો સમય વિતી ગયો હોવા છતા કંપની દ્વારા ગામના દરેક અસરગ્રસ્તોને વળતર ચૂકવવામાં આવતું નથી આથી દરેક ગાંજનોને વળતર ચૂકવવાની માંગ સાથે ગ્રામજનોએ ક્લેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

લખીગામના ગ્રામજનો સાથે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા પણ જોડાયા હતા. ધારાસભ્ય અરૂણસિંહ રણાએ જણાવ્યુ હતું કે અત્યાર સુધી કંપની દ્વારા 1500થી વધુ લોકોને વળતર ચૂકવવામાં આવ્યું છે પરંતુ બાકીના લોકોને પણ વળતર ચૂકવવામાં આવે એવી રજૂઆત કલેકટરને કરવામાં આવી છે અને તેઓ દ્વારા હકારાત્મક પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે આથી આવનારા દિવસોમાં અન્ય ગ્રામજનોને પણ વળતરની ચુકવણી થઈ જશે.

Advertisment