Connect Gujarat
ગુજરાત

ભરૂચ: ધર્માંતરણના વિરોધમાં હિન્દુ જાગરણ મંચનું પ્રદર્શન

ભરૂચ જિલ્લામાં ચાલતા ધર્માંતરણના ષડયંત્રને અટકાવવા અને તે અંગે તપાસ કરવા બાબતે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

X

ભરૂચ જિલ્લામાં ચાલતા ધર્માંતરણના ષડયંત્રને અટકાવવા અને તે અંગે તપાસ કરવા બાબતે તેમજ ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ 2003 ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે હિન્દુ જાગરણ મંચ દ્વારા રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું

તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણનું ષડયંત્ર બહાર આવ્યું છે. આ ષડયંત્ર ભારતના 24 રાજ્યોમાં ફેલાયેલું છે અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. આ ષડયંત્રમાં વડોદરામાંથી પણ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને ભરૂચ જિલ્લામાં પણ આ ષડયંત્રના તાર જોડાયેલા છે ત્યારે ભરૂચ જીલ્લામાં પણ મોટાપાયે ધર્માતરણ કરાવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે હિન્દુ જાગરણ મંચ દ્વાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હિન્દુ જાગરણ મંચ દ્વારા શહેરના શક્તિનાથ વિસ્તારથી રેલી કાઢવામાં આવી હતી અને બાદમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું જેમાં ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ 2003 ના કાયદા પ્રમાણે તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે

Next Story