/connect-gujarat/media/post_banners/bf5febfb255e7ae7d0d7107747d879eee4fc28eea8dfa1d65e1c06486955bf52.jpg)
સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થતા ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય ધામ ખાતે ભકતો દ્વારા ધૂન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા છે. વડોદરાની ભાઇલાલ અમીન હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા ત્યારે તેઓના ભક્તો અને અનુયાયીઓમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે. ભરૂચમાં પણ તેઓના સેંકડો અનુયાયીઓ છે ત્યારે ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય સંસ્કાર ધામ ખાતે ભક્તો દ્વારા ધૂન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને હરિપ્રસાદ સ્વામીને શ્રધ્ધાસુમન અર્પણ કરવાં આવ્યા હતા.
ભક્તોએ જણાવ્યુ હતું કે સ્વામીજીએ તમામ ભક્તોને સાચા માર્ગે વાળ્યા છે અને તેઓએ જે રીતે ગુરુભક્તિ નિભાવી હતી એ જ રીતે અમે પણ ગુરુભક્તિ નિભાવીએ એ જ તેઓને સાચી શ્રધ્ધાંજલિ છે.