/connect-gujarat/media/post_banners/6970d4783ce81f21b3c264442a7be5333c0da1d17db9dcf20d73b192f122b361.jpg)
ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ વૉર્ડ નંબર 2ની લક્ષ્મીનગર સોસાયટીમાં ગંદકીના કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.
ભરૂચ શહેરમાં ચોમાસાની ઋતુનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તો બીજી તરફ લોકોને ગંદકી અને રોગચાળો ફેલાવાની દહેશત સતાવી રહી છે, ત્યારે ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તાર સ્થિત વૉર્ડ નંબર 2માં આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે, અસહ્ય ગંદકીના પગલે સ્થાનિકોએ નગરપાલિકામાં વારંવાર રજુઆત કરી છે. તેમ છતાં પાલિકાના સત્તાધીશો દ્વારા આજદિન સુધી કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. ગંદકીના કારણે સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો છે, ત્યારે હવે વહેલી તકે લક્ષ્મીનગરના સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.