/connect-gujarat/media/post_banners/240f59cfc1eaccc3af2b4b77ea36151873281a1e57aed1bf6310eace7ae0d6c9.jpg)
સમાજ માટે પ્રેરણારૂપ એવો દેહદાન નો સંકલ્પ લેવાની પ્રેરણા ભરૂચના દિવ્યાગ યુગલ નયનભાઈ અને ચન્દ્રીકાબેન દાંડીવાલા તેમજ અન્ય એક યુગલ એવા ભાગ્યવાન ભાઈ અને સ્મિતાબેન શેઠને મળી હતી જેમાં આ અંગે ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા તે માટેની જરૂરી કાર્યવાહી કરવામાં આવતી હોવાની માહિતી મળતા સંપર્ક કર્યો હતો.
સંકલ્પ ફાઉન્ડેશન ના ગીરીશભાઈ પટેલ અને ડોનેટ લાઈફ સુરતના ગૌતમ મહેતા આ યુગલ ને ત્યાં ગયા હતા ભાગ્યવાનભાઈ શેઠે જણાવ્યું હતું કે તેમના પત્નીએ સમાજ માટે કઈ કરવાના આશય સાથે દેહદાનનો સંકલ્પની જાણ મને કરતા મને પણ થયું કે તે સ્ત્રી થઈ આવું ઉમદા કાર્ય કરતી હોય તો મારે પણ તે કરવું જોઈએ તેથી અમે બન્નેએ દેહદાન નો સંકલ્પ કર્યો અને તે માટેની કાર્યવાહી પુરી કરી છે.
તો દિવ્યાંગ યુગ ના ચન્દ્રીકાબેન દાંડીવાલા એ જણાવ્યું હતું કે સંકલ્પ ફાઉન્ડેશન અંગદાન અને દેહદાન માટે કાર્ય કરે છે તેવી માહિતી મળતા સંપર્ક કરતા તેઓએ ઘરે આવીને ખૂબ જ સહકાર આપી મને દેહદાનના સંકલ્પ ની તક પુરી પાડી છે.
માનવ સેવા ક્ષેત્રે કાર્ય કરતા સંકલ્પ ફાઉન્ડેશન ના ગૌતમ મહેતાએ આ ઉમદા સંકલ્પ ને બિરદાવી બન્ને યુગલ અન્યો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા હોવાનું કહી દેહદાન માટે અપીલ કરી હતી.