ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ સ્થિત રાજપૂત છાત્રાલય ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ શાખા દ્વારા દિવ્યાંગો માટે સાધન સહાય સામગ્રી અર્પણ કરવા હેતુસર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગત તા. 16 જુલાઈના રોજ ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ સ્થિત રાજપૂત છાત્રાલય ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ શાખા તેમજ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી દિવ્યાંગ વ્યક્તિઓ માટે સશક્તિકરણ વિભાગના સહયોગથી સાધન સહાય સામગ્રી અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી.મોડીયા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, રાષ્ટ્રીય અંધજન મંડળ પ્રમુખ ખુમાનસિંહ વાસીયા સહિત ઉપસ્થિત આગેવાનોના હસ્તે દિવ્યાંગોને સાધન અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં વ્હીલ ચેર અને સાયકલ સહિતના વિવિધ સાધનોની સહાય મળતા દિવ્યાંગો દ્વારા સામાજિક સેવાકાર્ય કરતી તમામ સંસ્થાનો આભાર માનવામાં આવ્યો હતો.