ભરૂચ: ફુરજા બંદરની 250 વર્ષ જૂની ઐતિહાસિક રથયાત્રા મંદિર પરિષરમાં જ ફરી

આજે અષાઢી બીજનું પાવન પર્વ, ભરૂચમાં નીકળે છે 250 વર્ષથી રથયાત્રા.

New Update
ભરૂચ: ફુરજા બંદરની 250 વર્ષ જૂની ઐતિહાસિક રથયાત્રા મંદિર પરિષરમાં જ ફરી

આજે અષાઢી બીજના પાવન પર્વે ભરૂચમાં 250 વર્ષથી નીકળતી ઐતિહાસિક રથયાત્રા સમિતિ રહી હતી. ભરૂચના સમસ્ત ભોંય જ્ઞાતિપંચ દ્વારા આયોજિત રથયાત્રાનું માત્ર મંદિર પરિષરમાં જ ભ્રમણ કરાવવામાં હતું.

આજે અષાઢી બીજના પાવન પર્વે ગુજરાતમાં ઠેર ઠેર રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જો કે કોરોનાકાળ વચ્ચે અમદાવાદમાં નીકળતી ઐતિહાસિક રથયાત્રાને જ વિવિધ નિયમો સાથે મંજૂરી આપવામાં આવી હતી જો કે ભરૂચમાં 250 વર્ષથી નીકળતી રથયાત્રાને આયોજકોએ સીમિત કરી માત્ર મંદિર પરિષરમાં જ ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના ભાગરૂપે આજરોજ સવારના સમયે સમસ્ત ભોંય જ્ઞાતિ પંચ દ્વારા ભગવાન જગન્નાથ,ભાઈ બલરામ અને બહેન શુભદ્રાનું શાશ્ત્રોકત વિધિ અનુસાર પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિક ભકતો જોડાયા હતા. આ બાદ ભગવાનના રથનું માત્ર મંદિર પરિષરમાં જ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિત અધિકારીઓએ અને ભોય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચમાં નીકળતી રથયાત્રાના ઇતિહાસ પર નજર કરીયે તો ગુજરાતમાં ઉત્સાહ અને શ્રદ્ધાના પ્રતિક સમી રથયાત્રાની પ્રથમ શરૂઆત 250 વર્ષ પહેલા સૌપ્રથમ ભરૂચમાં ફૂરજા બંદરેથી કરવામાં આવી હોવાની એક લોકવાયકા છે. ભરૂચમાં 17 મી સદીમાં નર્મદાના પવિત્ર કિનારે ફુરજા બંદર પાસે ભગવાન જગન્નાથજીનાં મંદિરનું નિર્માણ કરાયું હતું. મંદિરની સ્થાપના અંગે મળતી માહિતી મુજબ, ફુરજા બંદર પર વર્ષોથી ભોઈ સમાજના લોકો મજૂરી તથા અન્ય કામ કરતાં હતાં. અહીં વિશાળ સાગર જેવો માતા નર્મદાનો પ્રવાહ વહેતો હતો. દેશ-વિદેશના મોટા મોટા વહાણો અહીં લાંગરતા હતા. ફુરજા બંદરે ભોઈ લોકો કામ કરતા અને બપોરના સમયે હાલ જયાં જગન્નાથજીનું મંદિર છે ત્યાં ભોજન બાદ આરામ કરતા હતા.

ઓરિસ્સાથી આવતા જહાજોમાં ત્યાંથી મજુરો તથા વેપારીઓ ભરૂચ આવતા હતા. તેઓના સંપર્ક માં ભોઈ સમાજનાં લોકો પણ આવ્યા. શ્રધ્ધાળુઓએ ભેગા થઈ એવું વિચાર્યું કે, આપણે જ્યાં આરામ કરીએ છીએ ત્યાં એક મંદિર હોય તો વધુ સારું જેથી સવારે અહીં દર્શન કર્યા બાદ લોકો પોતાના કામે લાગી જાય.ઓરિસ્સાવાસીઓની મદદથી ભોઈ જ્ઞાતીના લોકોએ અહી મંદિર બનાવવાનું નક્કી કર્યું. તે સમયે આ ફુરજા વિસ્તારનો કાદવ ઉચા પ્રકારનો હતો. અહી નાળિયેરનો વેપાર ધમધોકાર ચાલતો હોવાથી નાળિયેરના છોડા ના મિશ્રણમાંથી ભગવાન જગન્નાથજીની મૂર્તિ બનાવવામાં આવી. ભગવાન બલરામ, બહેન સુભદ્રા તથા ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા તૈયાર થઇ અને પછી ત્યાં મંદિર બનાવવા માં આવ્યું ત્યારથી ભરૂચમાં ભોઇ સમાજ દ્વારા દર અષાઢી બીજે જગન્નાથપુરીની જેમ રથયાત્રા નીકળે છે.

Latest Stories