ભરૂચ: નેત્રંગના લાલ મંટોડી વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું, 6 જુગારીયો પોલીસ પકડમાં

ભરૂચ જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઑ ઘણી વધી રહી છે.

New Update

ભરૂચ જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઑ ઘણી વધી રહી છે. નેત્રંગ પોલીસે લાલ મંટોડી ફળીયામાં ઇકબાલ મયુદ્દીન શેખના ઘરમાં તેમનો જમાઈ અલ્પેશભાઇ પરમારનો તેમજ બહાર ગામનાં કેટલાક ઈસમોને ભેગા કરી કાચા ઘરનાં બન્નેવ દરવાજા બંધ કરી ભેગા થઇ અંદરના ભાગે ગેરકાયદેસર રીતે પત્તાપાના વડે પૈસ થી હારજીતનો જુગાર રમી રહ્યા હતા જેને ઝડપી પાડ્યા હતા.

મળતી માહિતી અનુસાર નેત્રંગ પોલીસે કુલ ૬ આરોપીઓ જહિરભાઇ બાઉદ્દીન શેખ ,હિરોઝખાન હમીરખાન પઠાણ, લાલસીંગ ઉર્ફે લાલુ વસાવા, મજીદ અબ્બાસ કુરેશી, મિેબુબખાન કેશરખાન પઠાણ અને અલ્પેશભાઇ પરમારને સ્થળ પરથી ઝડપાઇ ગયા હતા. પોલીસે આ આરોપીઓની અંગ જડતીમાંથી રોકડા રૂપિયા ૬,૮૭૦/- તથા દાવ ઉપરથી મળેલા રોકડા રૂ.૪,૭૮૦/- મળી કુલ રોકડા રૂ.૧૧,૬૫૦/- તથા કુલ મોબાઇલ ફોન નંગ.૪ કુલ કિ.રૂ.૧૨,૦૦૦/- તથા બાઇક નંગ-૦૩ ની કિ.રૂ.૧,૦૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૨૮,૬૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાયયવાહી હાથ ધરી હતી.

#Gamblers #Lal Mantodi #police #Netrang #arrested #Bharuch #gambling den #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article