ભરૂચ : જંબુસર પાલિકાની ઘોર બે’દરકારી, માર્ગ પર ખુલ્લી ગટરો અકસ્માતને આપી રહી છે નોતરું..!

New Update
ભરૂચ : જંબુસર પાલિકાની ઘોર બે’દરકારી, માર્ગ પર ખુલ્લી ગટરો અકસ્માતને આપી રહી છે નોતરું..!

તાડીયા હનુમાન નજીક મુખ્ય માર્ગ પર ખુલ્લી ગટરો

Advertisment W3.CSS

અનેક ખુલ્લી ગટરો અકસ્માતને આપી રહી છે નોતરું

દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્રની કામગીરી આવશ્યક


ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં પાલિકા વિસ્તારમાં થોડા દિવસ પહેલા જ એક આધેડ તેમજ 2 ગાય ખુલ્લી ગટરમાં ખાબકી હતી. તેમ છતાં જંબુસર પાલિકાનું નિન્દ્રાધીન તંત્ર હજુ પણ બેદરકાર જોવા મળી રહ્યું છે. જંબુસરના રિંગ રોડ પર જનતા કેળવણી મંડળમાં દેશનું ભાવી શિક્ષણ લઇ સ્વચ્છતાના પાઠ ભાણી રહ્યું છે. ત્યાંજ ક્યારેક વિદ્યાર્થીઓ કે, વાલી આવતા-જતા ગટરમાં પડે તે કહી શકાય તેમ નથી.

જંબુસરમાં અવારનવાર નગરપાલિકા અને સત્તાધીશોની બેદરકારીના કારણે અકસ્માતો બનતા રહે છે. જેનો ભોગ નિર્દોષ નાગરિકો બને છે, તેમ છતાં જાડી ચામડીના અધિકારીઓ અને વહીવટી તંત્રની આંખો ઉઘડતી નથી, ત્યારે તાડીયા હનુમાન પાસે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જ પાલિકા તંત્ર જરૂરી કામગીરી કરે તે આવશ્યક બન્યું છે.