Connect Gujarat
ગુજરાત

ભરૂચ : વાગરામાં મગની ટેકાના ભાવે ખરીદી મામલે ખેડૂતો ટ્રેક્ટર લઈ રસ્તા પર ઉતાર્યા

ટેકાના ભાવે ખરીદી ન શરૂ કરાતા ભરૂચના વાગરામાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

X

ટેકાના ભાવે ખરીદી ન શરૂ કરાતા ભરૂચના વાગરામાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ભરૂચના વાગરા તાલુકા સહિત ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકામાં મગની ટેકાના ભાવ કરતા ઓછા ભાવે ખરીદી કરવામાં આવતા જગતનો તાત કરો યા મરોની સ્થિતિમાં મુકાઈ ગયો છે. જેના વિરોધ માં આજરોજ વાગરા ખાતે હનુમાન ચોકડીથી મામલતદાર કચેરી સુધી ટ્રેકટર રેલી કાઢી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વાગરાના ખેડૂતોએ ટ્રેકટર માર્ચ યોજતા દિલ્લીના ખેડૂત આંદોલનની ઝાંખી કરાવી હતી.

ભરૂચ જિલ્લાના વાગરા, આમોદ, ભરૂચ અને જંબુસર તાલુકામાં મગના સરકારે નક્કી કરેલ ટેકાના ભાવે બજારમાં ખરીદી ન કરાતા અને રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદીનો નિર્ણય નહિ કરતા ધરતીપુત્રોએ આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. વેપારીઓ દ્ધારા ઓછા ભાવે મગની ખરીદી કરાતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે ત્યારે જગતના તાતે રસ્તા પર ઉતરવાની ફરજ પડી હતી. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ વાગરા તાલુકાના અનેક ગામોમાંથી ખેડૂતો ૭૦થી વધુ ટ્રેકટર સાથે રેલીમાં જોડાયા હતા અને સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. ટ્રેક્ટર રેલી યોજી ખેડૂતોએ વાગરા મામલતદારને આક્રમક રજુઆત કરતાં જણાવ્યુ કહ્યું હતું કે, વડા પ્રધાન તરફ થી આપવામાં આવતી 6000 રૂપિયા નહિ પણ અમારા હકના નાણા જોઈએ છે અને અમે અમારા હક માટે છેવટ સુધી લડીશુ.

ટ્રેકટર રેલીમાં ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ અજીતસિંહ રાજ, દીપકસિંહ, જલીલ પીપલીયા, હરેન્દ્રસિંહ પહાજ, પીયુસ સમની, સત્યમસિંહ તેમજ ઇલેશ પટેલ સહિતના અનેક ગામના ખેડૂતો પોતાના હક લેવા માટે ટ્રેકટર માર્ચમાં જોડાયા હતા.

Next Story