ભરૂચ: દહેજ પોર્ટ પર શંકાસ્પદ કબૂતર મળતા ગુપ્તચર એજન્સી સતર્ક, કબૂતરને એક્સ રે માટે મોકલાયું
આજે દેશના સૌથી ઝડપી વિકસિત પોર્ટ દહેજમાં એક શંકાસ્પદ કબૂતર મળી આવતા પોલીસ સહીત ગુપ્તચર એજન્સીઓ દોડતી થઇ ગઈ છે.

આજે દેશના સૌથી ઝડપી વિકસિત પોર્ટ દહેજમાં એક શંકાસ્પદ કબૂતર મળી આવતા પોલીસ સહીત ગુપ્તચર એજન્સીઓ દોડતી થઇ ગઈ છે.આ કબૂતરના પગમાં એક ટેગ લગાડેલું છે. જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે.સાંજના સુમારે LNG પેટ્રોનેટની જેટી જનજીક સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહેલી ટગબોટમાં એક કબૂતર આવીને બેઠું હતું જેના પગમાં ટેગ નજરે પડતા પડતા પોર્ટ સિક્યુરિટીને જાણ કરાઈ હતી. કંપનીની સિક્યુરિટીએ આ કબૂતરને ઝડપી પડી પોલીને જાણ કરતા કાફલો દોડી ગયો હતો.મામલાની ગંભીરતા પારખી દહેજ મરીન પોલીસના સબ ઇન્સ્પેકટર વિપુલ ગાગીયા અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સબ ઇન્સ્પેકટર નરેશ ટાપરીયા તાત્કાલિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કબૂતર મળવાની સ્થિતિ અને કબુતરની તપાસ શરૂ કરી હતી.ઝડપાયેલ કબુતરના પગમાં એક ટેગ લગાડેલું છે . આ ટેગ ઉપર એક નંબર લખવામાં આવ્યો છે. પોલીસે આ ટેગની તપાસ શરૂ કરે તેમાં કોઈ ટ્રેકર કે જીપીસેડ સિસ્ટમ છે કે કેમ? તેની તપાસ શરૂ કરી છે. આ ટેગ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે .સામાન્યરીતે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઈલાજ કે તબીબી તપાસ થાય છે પણ સિવિલ હોસ્પિટલમાં મરીન પોલીસ કબૂતર લઈને પહોંચી હતી. રેડિયોલોજી વિભાગમાં કબૂતરનો x -ray કાઢવામાં આવ્યો હતો જોકે સુરક્ષા કારણોસર રિપોર્ટ ખાનગી રાખવામાં આવ્યો છે.એક વર્ષ અગાઉ પણ આવો મામલો સામે આવ્યો હતો.એક વર્ષ અગાઉ પણ દહેજ પોલીસને અ પ્રકારનું કબૂતર મળી આવ્યું હતું. જેમાં ટેગ લાગેલી હતી. મામલો જાસૂસીનો છે કે સામાન્ય હજુ સ્પષ્ટ ન થતા પોલીસ એક વર્ષથી એ કબુતરની ખાતિરદારી કરી રહી છે.
તાઇવાન પિજન રેસનું કબૂતર પણ હોવાની આશંકા
તાઈવાનમાં પિજન રેસ ખુબ પ્રચલિત છે. આ રેસમાં કબુતરોને ઝડપ અને અંતરના રેકોર્ડ બનાવવા ઉડાવાય છે . આ કબુતરો કેટલીકવાર ભટકી જઈ સમુદ્રમાં કોઈ શિપ ઉપર આશરો લઇ લેતા હોય છે. આ કબુતરો તેગના કારણે જાસૂસી ગતિવિધિની શંકામાં આવતા હોય છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMTઅંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત...
7 April 2022 11:46 AM GMT
રાજ્યમાં આજે કોરોનાના 28 નવા કેસ નોધાયા, 37 દર્દીઑ થયા સાજા
17 May 2022 4:01 PM GMTભરૂચ: ગાંધીના ગુજરાતમાં જંબુસરના આ ગામમાં દારૂના કારણે 100થી વધુ...
17 May 2022 2:23 PM GMTવડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી...
17 May 2022 2:18 PM GMTભરૂચ: દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીનો...
17 May 2022 1:07 PM GMTભરૂચ :દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ ફાટી નીકળી
17 May 2022 12:15 PM GMT