Connect Gujarat
ગુજરાત

ભરૂચ : જંબુસર નગરપાલિકામાં આ.મ્યુનિ.એન્જી. તથા આ.એકાઉન્ટન્ટ માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરાઇ

ભરૂચ : જંબુસર નગરપાલિકામાં આ.મ્યુનિ.એન્જી. તથા આ.એકાઉન્ટન્ટ માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરાઇ
X

ભરૂચની જંબુસર નગરપાલિકામાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ એન્જીનીયર તથા આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટની ખાલી પડેલ જગ્યા માટે 19 ઉમેદવારો હાજર રહ્યા હતા.

જંબુસર નગરપાલિકાને બાંધકામ શાખા તેમજ સામાન્ય વહીવટ વિભાગમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ એન્જીનીયર તથા આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટની તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત નિમણૂંક કરવા અંગે વર્તમાન પત્રમાં જંબુસર નગરપાલિકા દ્વારા જાહેરાત આપવામાં આવી હતી. જે અંગે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ એન્જીનીયર માટે 20 તથા આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ માટે 12 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.


જંબુસરની એસ. એન્ડ આઇ.સી. હાઇસ્કૂલ ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યો હતો. જેમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ એન્જીનીયર માટે 10 તથા આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ માટે 9 ઉમેદવારો હાજર રહ્યા હતા. ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં એસ્ટાબ્લિશમેન્ટ ચેરમેન નામદેવ શેરે સહિતના સભ્યો, જંબુસર નગરપાલિકા પ્રમુખ ભાવના રામી, ચીફ ઓફિસર રાહુલ ઢોડીયા, ઉપપ્રમુખ ધર્મેશ પટેલ, કારોબારી ચેરમેન શૈલેષ પટેલ હાજર રહ્યા હતા. જોકે, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ એન્જીનીયરની જગ્યા માટે ટેકનીકલ જાણકારની જરૂરિયાત હોવાથી નાયબ ઈજનેર તથા એકાઉન્ટન્ટના જાણકાર ઉમેશ બ્રહ્મભટ્ટ તથા વિરેન શાહ વિશેષ હાજર રહી પોતાની સેવા આપી હતી.

Next Story