આજરોજ ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વરમાં આઝાદીના જન નાયક બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી અંકલેશ્વરના ભરુચીનાકા સર્કલ પર ધરતી આબા બિરસા મુંડાની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ વિનય વસાવા,કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ તેમજ આદિવાસી સમાજના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત નૃત્ય સાથે જન નાયક બિરસા મુંડાની પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂપિયા 9 લાખના ખર્ચે જન નાયક બિરસા મુંડાની પ્રતિમા અને રેલ્વે સ્ટેશન સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના સ્ટ્રકચરના નવ નિર્માણનું કામ કરવામાં આવ્યું છે.