ભરૂચ : નગરપાલિકાએ મોટર ગેરેજમાં ડમ્પિંગ સાથે કચરા ભરેલા વાહનો મુકતા સોસાયટીના રહીશોની "જનતા રેડ"

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ જે.બી. મોદી પાર્ક નજીકના રહેણાક વિસ્તારમાં પાલિકાના મોટર ગેરેજમાં ડમ્પિંગ સાઇટના વિવાદ બાદ પુનઃ કચરાના વાહનો આવતા સોસાયટીના રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

New Update

ભરૂચ નગરપાલિકા છેલ્લા એક સપ્તાહથી ડમ્પિંગ સાઇટ મુદ્દે વિવાદમાં આવી છે, ત્યારે એક સપ્તાહ પહેલાં જ પાલિકાની મોટર ગેરેજમાં ડમ્પિંગ સાઈટના પગલે અતિશય દુર્ગંધથી પરેશાન રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો, ત્યારે વિપક્ષીઓએ 24 કલાકનું અલ્ટીમેટમ આપતાં પાલિકાએ મોટર ગેરેજમાંથી તમામ ઘન કચરો દૂર કર્યો હતો. જોકે, પાલિકા પ્રમુખે મોટા ઉપાડે કહ્યું હતું કે, હંગામી ધોરણે થામ ગામ નજીક નવી ડમ્પિંગ સાઇટ બનાવી હોવાનું જણાવી સ્થાનિકોનો આ મામલો થાળે પાડ્યો હતો. પરંતુ થામ ગામે પણ ડમ્પિંગ સાઇટનો વિવાદ વકરતા પુનઃ પાલિકા મૂંઝવણમાં મૂકાય હતી. પાલિકાએ ડોર-ટુ-ડોર વાહન મારફતે ઉઘરાવેલા કચરાનો નિકાલ ક્યાં કરવો તે પ્રશ્ન ઊભો થતાં 2 દિવસથી ઉભરાયેલ તમામ કચરાના વાહનો પુનઃ પાલિકાના મોટર ગેરેજ કે, જે રહેણાંક વિસ્તાર છે, ત્યાં ખડકી દેવામાં આવ્યા છે.

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાને સ્થાનિક રહીશે ફોન ઉપર ઉધળો લીધો હોય તેમ વહીવટ ન થતો હોય તો રાજીનામું આપી દો તેવું જણાવ્યુ હતું. સાથે જ સાંજ સુધીમાં કચરો દૂર નહીં થાય તો નહીં થવાનું થઈ જશે તેવી પણ પાલિકા પ્રમુખને ફોન પર જ ચીમકી આપી હતી, ત્યારે ભરૂચ નગરપાલિકાના ગેર વહીવટ કારણે રહીશોએ પાલિકા પ્રમુખ અને ધારાસભ્યની હાય.. હાય.. ના નારાથી વાતાવરણ ગજવી મુક્યું હતું. શનિવારની સાંજ સુધીમાં પાલિકા પોતાના મોટર ગેરેજમાં મુકેલા કચરા ભરેલા વાહનો અને ઘન કચરાનો ઢગલો દૂર નહીં કરે તો પાલિકા સામે રહિશોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Latest Stories