ભરૂચ : JCI દ્વારા વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
ભરૂચ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) દ્વારા વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ શહેરની શ્રવણ વિધાભવન ખાતે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) દ્વારા વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ કેમ્પનો મોટી સંખ્યામાં શહેરની આરોગ્ય પ્રેમી જનતાએ લાભ લીધો હતો.
હાલમાં ચાલી રહેલ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખી આજરોજ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) દ્વારા વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 7X મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલના સહયોગથી સવારે 9થી 2 કલાક દરમ્યાન ભરૂચના શ્રવણ ચોકડી સ્થિત શ્રવણ વિદ્યાભવન ખાતે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો. સર્વરોગ નિદાન કેમ્પમાં જનરલ સર્જન તથા ફિઝિશિયન તેમજ સ્ત્રીરોગ ચિકિત્સક દ્વારા લાભાર્થીઓના આરોગ્યની તપાસ કરી માર્ગદર્શન તેમજ જરૂરી દવાઓ આપવામાં આવી હતી. તો સાથે જ બ્લડ પ્રેશર તપાસ, રેંડમ બ્લડ સુગર તપાસ, ઓક્સિજન સેચ્યુરેશન, ECG તેમજ બહેનો માટે બ્રેસ્ટ એનાલિસિસ, સ્ત્રી રોગની તપાસ, PAP SMEAR ટેસ્ટ, નિ:સંતાનપણાના માર્ગદર્શન સહિતની વિવિધ આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી. આ પ્રસંગે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) ભરૂચ 2021ના પ્રમુખ JC જગદીશ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન JC વ્રજ શાહ તથા VP કૉમ્યુનિટી JC ઉર્વી શાહ સહિત 7X મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે સમગ્ર કેમ્પને સફળ બનાવવા બદલ JCIના સભ્યોએ ભેટ સ્વરૂપે તુલસીનો છોડ આપી તમામ લાભાર્થીઓનું સન્માન કર્યું હતું.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMTઅંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત...
7 April 2022 11:46 AM GMT
રાજ્યમાં આજે કોરોનાના 28 નવા કેસ નોધાયા, 37 દર્દીઑ થયા સાજા
17 May 2022 4:01 PM GMTભરૂચ: ગાંધીના ગુજરાતમાં જંબુસરના આ ગામમાં દારૂના કારણે 100થી વધુ...
17 May 2022 2:23 PM GMTવડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી...
17 May 2022 2:18 PM GMTભરૂચ: દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીનો...
17 May 2022 1:07 PM GMTભરૂચ :દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ ફાટી નીકળી
17 May 2022 12:15 PM GMT