/connect-gujarat/media/post_banners/cce5a9a57f95dd4c935e3022e1bbc4f6078a82ae89654b2685a125b895a7e1bb.webp)
ભરૂચના મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા સખી દાતાઓના સહયોગથી સંસ્થાના સહયોગથી વેજલપુર સ્થિત શ્રી બી.એચ.મોદી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શૈક્ષણિક સહાય યોજના પ્રકલ્પ અન્વયે કારતક વદ છઠના રોજ ભરૂચના મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા સખી દાતાઓના સહયોગથી સંસ્થાના સહયોગથી વેજલપુર સ્થિત શ્રી બી.એચ.મોદી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટી હિના બહેન પરીખ તથા સંસ્થાના માનદ મંત્રી ક્ષિતિજ પંડ્યાના જન્મ દિન નિમિત્તે શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડ પરીક્ષાની પૂર્વ તૈયારી માટે જવાબવહી સાથે શૈક્ષણિક કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના હરેન્દ્રસિંહ સિંધા, કિન્નર સમાજના કોકિલા માસી, સંસ્થાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.