/connect-gujarat/media/post_banners/10cafaedaa4de03ac06954cfad77df9e99e3b544571f820ac4613a31dd95a53a.jpg)
ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રોટરી હોલ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેનિસ કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ એમ.આઈ.પટેલ રોટરી યૂથ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેનિસ કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો આજરોજ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ટેનિસ કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે રોટરીના ડિસ્ટ્રીકટ ગવર્નર પ્રશાંત જાની, રોટરી કલબ ઓફ ભરૂચના પ્રમુખ તલકીન જમીનદાર તેમજ રોટેરિયન ઉપસ્થિત રહ્યા હતા આવનાર સમયમાં હવે ભરૂચમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની ટેનિસ ટુર્નામેન્ટ યોજી શકાશે.
આ સાથે જ રોટરી હોલ ખાતે રોટરી કલબ અને મીપરિક દ્વારા માર્ચ માસમાં યોજાયેલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં વિજેતાઓને ધારાસભ્યના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.