ભરૂચ: સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ કરાવાની માંગ

રાજયમાં કોરોનાનો કહેર ઓછો થયો, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકાર પાસે માંગ કરાય.

New Update
ભરૂચ: સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ કરાવાની માંગ

રાજયમાં કોરોનાનો કહેર ઓછો થયો છે ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ કરવાની સરકારર પાસે માંગ કરવામાં આવી છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ઓછો થયો છે ત્યારે સરકાર દ્વારા અનલોકની પ્રક્રીયા શરૂ કરવામાં આવી છે જેમાં ટ્યુશન ક્લાસ,મોલ સિનેમા ઘર અને ધાર્મિક સ્થળો પર છૂટછાટ આપવામાં આવી છે. આવી જ રીતે રાજયમાં ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ કરવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે સરકારને કરાયેલ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે ટ્યુશન ક્લાસીસની સરખામણીએ શાળાઓમાં સુવિધા પણ વધારે હોય છે ત્યારે સરકારની ગાઈડ લાઇન પ્રમાણે રાજયમાં ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

Latest Stories