Connect Gujarat
ગુજરાત

ભરૂચ : પશ્ચિમ વિસ્તારની નેશનલ પાર્ક સોસાયટીના રોડ બન્યા "બિસ્માર", પાલિકા પ્રત્યે લોકોમાં રોષ...

નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતા લોકોની ઘણા વર્ષોથી રજૂઆત બાદ પણ પાલિકા દ્વારા નવો રોડ ન બનતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે

X

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 1ને કોંગ્રેસનો ઘઢ કહેવાય છે. વિપક્ષો શહેરના રોડ-રસ્તા બાબતે જ્યારે બૂમો પાડતા હોય, ત્યારે વોર્ડ વિસ્તારોમાં લોકોને પડતી મુશ્કેલીઓની સંભાળ રાખવામાં પાલિકા ઉણી ઉતરી છે.

નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતા લોકોની ઘણા વર્ષોથી રજૂઆત બાદ પણ પાલિકા દ્વારા નવો રોડ ન બનતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વિપક્ષ દ્વારા જ્યારે રોડ રસ્તા મુદ્દે પાલિકામાં રજૂઆતો કરવામાં આવે છે, ત્યારે પોતાના જ વિસ્તારમાં રોડ બનાવવા માટે નિષ્ફળ નીવડ્યા હોય તેમ પ્રાથમિક તબક્કે જોવા મળી રહ્યું છે, ત્યારે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારો માટે વિપક્ષની ભૂમિકા ભજવનાર વિપક્ષીઓ પોતાના જ વિસ્તારમાં સ્થાનિકોના પ્રશ્નનો નિકાલ ક્યારે લાવશે તે હવે જોવું રહ્યું. પરંતુ હાલ તો નેશનલ પાર્ક સોસાયટીના રહીશોની વર્ષોથી રોડની માંગણી ન સંતોષાતા રોડ પર ઉતરી આવ્યા હતા.

Next Story