New Update
/connect-gujarat/media/post_banners/7702f0e59f31c340b7c61e5ad00b35c9ecc749d31accec22ba23e06149c5337d.jpg)
ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લામાં અંગારકી ચોથની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી.વિવિધ ગણેશ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
ભરૂચના મકતમપુર સ્થિત સિદ્ધિવિનાયક અને અંકલેશ્વર રામકુંડના ક્ષિપ્રા ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરાયું હતું.સવારથી જ પ્રથમ પૂજનીય દેવ ગણપતિ દાદાના દર્શને ભક્તોની કતારો જામી હતી. ભક્તોએ દર્શન, પૂજન,પ્રસાદી, મહાઆરતી, અર્થવશીશ પઠન, ગણેશ સ્ત્રોત સાથે અંગારીકા ચોથની ઉજવણી કરી ગણેશજીને પોતાના વિઘ્નો હરી મનોકામના પૂર્ણ કરવા યાચના કરી હતી.
Related Articles
Latest Stories