ભરૂચ: વાલિયાની વટારીયા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં હેઝાર્ડ વેસ્ટના નિકાલની શંકા, GPCBએ તપાસ શરૂ કરી

વાલિયાની વટારીયા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં શંકાસ્પદ હેઝાર્ડ વેસ્ટ નિકાલમાં આવ્યું હોવાની વાત વહેતી થતા ખેડૂત સભાસદોએ આ અંગે  જી.પી.સી.બીમાં જાણ કરતા જી.પી.સી.બીની ટીમ સ્થળ પર દોડી આવી હતી

New Update
sdnvc

વાલિયાની વટારીયા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં હેઝાર્ડ વેસ્ટના નિકાલની શંકા

અંકલેશ્વર-વાલિયા તાલુકામાં આવેલ અવાવરું જગ્યા ઉપર હેઝાર્ડ વેસ્ટ ખાલી કરવાનું નેટવર્ક ભૂતકાળમાં સામે આવ્યું છે ત્યારે વાલિયાની વટારીયા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં શંકાસ્પદ હેઝાર્ડ વેસ્ટ નિકાલમાં આવ્યું હોવાની વાત વહેતી થતા ખેડૂત સભાસદોએ આ અંગે  જી.પી.સી.બીમાં જાણ કરતા જી.પી.સી.બીની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છેકે સફેદ કલર જેવા વેસ્ટને પગલે ખેડૂતો પણ નુક્શાનીની ભીતિ સેવી રહ્યા છે.
Latest Stories